Home> Entertainment
Advertisement
Prev
Next

Preity Zinta છે '34 બાળકો'ની માતા, પાંચ વર્ષ પહેલા ગુપ્ત રીતે કર્યા હતા લગ્ન

એક સમયે હિન્દી સિનેમાની સૌથી ચુલબુલી અભિનેત્રી તરીકે સ્થાન મેળવનાર પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) હાલનાં વર્ષોમાં પડદા પરથી ગાયબ થઈ ગઈ છે. 'વીર જારા', 'દિલ ચાહતા હૈ', 'કલ હો ના હો', 'કોઈ મિલ ગયા' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનારી પ્રીતિ ઝિન્ટાની કારકિર્દી હવે સમાપ્ત થઈ ગઇ છે

Preity Zinta છે '34 બાળકો'ની માતા, પાંચ વર્ષ પહેલા ગુપ્ત રીતે કર્યા હતા લગ્ન

નવી દિલ્હી: એક સમયે હિન્દી સિનેમાની સૌથી ચુલબુલી અભિનેત્રી તરીકે સ્થાન મેળવનાર પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) હાલનાં વર્ષોમાં પડદા પરથી ગાયબ થઈ ગઈ છે. 'વીર જારા', 'દિલ ચાહતા હૈ', 'કલ હો ના હો', 'કોઈ મિલ ગયા' જેવી બ્લોકબસ્ટર ફિલ્મો આપનારી પ્રીતિ ઝિન્ટાની કારકિર્દી હવે સમાપ્ત થઈ ગઇ છે. આજે તે વૃદ્ધ અભિનેત્રીઓમાં ગણાય છે.

fallbacks

દત્તક લીધી 34 બાળકીઓ
પ્રીતિ ઝિન્ટાના (Preity Zinta) અભિનય અને ફિલ્મ વિશે તમે જાણો છો, પરંતુ શું તમે જાણો છો કે પ્રીતિ '34 દીકરીઓ'ની માતા છે. હા, વર્ષ 2009 માં તેણે ઋષિકેશની 34 અનાથ છોકરીઓને એક સાથે દત્તક લીધી હતી અને તેમના જન્મદિવસના પ્રસંગે તેણે આ નિર્ણય લીધો હતો. પ્રીતિ ઝિન્ટા વર્ષમાં ઓછામાં ઓછી બે વાર તે છોકરીઓની મુલાકાત લે છે.

આ પણ વાંચો:- Anushka Sharma વેચી રહી છે પોતાના કપડા, 850 રૂપિયાથી શરૂ થાય છે કિંમત

પ્રીતિની છેલ્લી ફિલ્મ
પ્રીતિ ઝિન્ટાની (Preity Zinta) છેલ્લી ફિલ્મ 'ભૈયા જી સુપરહિટ' હતી. જોકે આઈપીએલ દરમિયાન તે ઘણી વાર તેની ક્રિકેટ ટીમ કિંગ્સ ઇલેવન પંજાબને પ્રોત્સાહિત કરતી જોવા મળે છે.

આ પણ વાંચો:- ગોપી બહૂના ઠુમકા જોઈને ચાહકોના ઉડી ગયા હોશ, સંસ્કારી બહૂના બોલ્ડ ડાન્સનો વીડિયો થયો વાયરલ!

પ્રીતિનો પતિ
પ્રીતિ ઝિન્ટા (Preity Zinta) આજકાલ, તે તેના લગ્ન જીવનનો આનંદ માણી રહી છે. પ્રીતિએ 29 ફેબ્રુઆરીએ લોસ એન્જલસમાં યોજાયેલા એક ખાનગી સમારોહમાં અમેરિકન સિટિઝન જીન ગુડઇનફ સાથે વર્ષ 2016 માં લગ્ન કર્યા હતા. બંનેએ ગુપ્ત રીતે લગ્ન કર્યાં હતાં. લગ્નના 6 મહિના પછી લગ્નના ફોટા મીડિયામાં આવ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More