Home> Entertainment
Advertisement
Prev
Next

આ મામલે બીજી એક્ટ્રેસ કરતા અલગ છે સાન્યા મલ્હોત્રા!, જાણો શું કહ્યું તેના ફેશન રહસ્ય અંગે

‘દંગલ’થી ચર્ચિત અભિનેત્રી સાન્યા મલ્હોત્રા વિશે એક વાત જાણી તમે પણ હેરાન થઇ જશો. કેમકે, જ્યાં બીજી એક્ટ્રેસ એકવાર પહેરેલા કપડા બીજી વખત પહેરતી નથી, ત્યારે સાન્યાની આ વાતનું કોઇ ઍબસ્ટિનન્સ નથી.

આ મામલે બીજી એક્ટ્રેસ કરતા અલગ છે સાન્યા મલ્હોત્રા!, જાણો શું કહ્યું તેના ફેશન રહસ્ય અંગે

નવી દિલ્હી: ‘દંગલ’થી ચર્ચિત અભિનેત્રી સાન્યા મલ્હોત્રા વિશે એક વાત જાણી તમે પણ હેરાન થઇ જશો. કેમકે, જ્યાં બીજી એક્ટ્રેસ એકવાર પહેરેલા કપડા બીજી વખત પહેરતી નથી, ત્યારે સાન્યાની આ વાતનું કોઇ ઍબસ્ટિનન્સ નથી. આ વાત સાન્યાના લેટેસ્ટ ઇન્ટરવ્યૂમાં સામે આવી છે.

fallbacks

વધુમાં વાંચો: ભારતીય BOX OFFICE પર એવેન્જર્સ એન્ડગેમની બંપર કમાણી, એક અઠવાડિયામાં તોડ્યો 'બાહુબલી 2'નો રેકોર્ડ

સાન્યાની સ્ટાઇલિસ્ટ ટીમ હમેશા આ વાતનું ધ્યાન રાખે છે કે, અભિનેત્રી કોઇપણ આઉટફિટને એકવારથી વધારે વખત ના પહેરે, જોકે, વ્યક્તિગત જીવનમાં તેમણે એક આઉટફિટને ઘણી વખત પહેરવાથી કોઇ ઍબસ્ટિનન્સ નથી. તેમનું માનવું છે કે, તેમની પાસે એટલું બજેટ નથી કે તેઓ ‘સસ્ટેનેબલ ફેશન’ ખરીદી શકે.

fallbacks

વધુમાં વાંચો: અર્જુન-મલાઇકાના લગ્ન વિશે પરિણીતીએ આપી દીધું મોટું નિવેદન

સાન્યાએ આઇએએનએસને જણાવ્યું હતું કે, ‘મને સારા કપડા પહેરવા અને તૈયાર થવું ગમે છે. આ સાથે હું એ પણ જાણું છું કે, હું દર વખતે પરફેક્ટ દેખાઇ શકતી નથી. અભિનેતાઓનું આ વિશે વધારે વિચારવાની જરૂરીયાત નથી પડતી.’

fallbacks

વધુમાં વાંચો: પ્રિયંકા ચોપડાના ભાઈના લગ્ન છેલ્લી ઘડીએ કેન્સલ, ઢાંકપિછોડો કરવા છતાં સામે આવી જ ગયું કારણ

અભિનેત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, ‘હું ઘણી આળસું માણસ છું. હું ઘણા પ્રયત્ન કરૂં છું કે દર વખતે પરફેક્ટ દેખાઇ શકું. પરતું તે મને અનુકૂળ નથી આવતું અને ના હું તેનાથી ખુશ થઇ શકું છે. એટલા માટે હું તે જ કરૂં છું જેનાથી મને ખુશી મળે છે. ’

જુઓ Live TV:-

વર્ક ફ્રંટની વાત કરીએ તો સાન્યા હાલમાં જ નવાઝૂદ્દીન સિદ્ધીકીની અપોઝિટ ફિલ્મ ‘ફોટોગ્રાફર’માં જોવા મળી હતી. આ સાથે જ તેઓએ આદિત્ય રોય કપૂરની સાથે અનુરાગ બાસૂની આગામી ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે.

બોલીવુડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More