મુંબઈ : અત્યાર સુધી નિક જોનાસ સાથેના લગ્નના કારણે ચર્ચામાં રહેનારી પ્રિયંકા ચોપડા હાલમાં તેના ડોગી ડાયનાને કારણે ચર્ચામાં છે. હકીકતમાં હાલમાં પ્રિયંકાએ સોશિયલ મીડિયામાં તેના ડોગીની ખાસ જેકેટ પહેરેલી તસવીર પોસ્ટ કરી છે. મળતી માહિતી પ્રમઆમે આ જેકેટની કિંમત અંદાજે 35 હજાર રૂપિયા છે.
Preview : શુક્રવારે ઠાકરે અને મણિકર્ણિકાની ટક્કર, કઈ જોવી અને કઈ ન જોવી? નક્કી કરો વાંચીને
તાજેતરમાં જ એક્ટ્રેસે સોશ્યિલ મીડિયા એકાઉન્ટ પર કેટલીક એવી સ્ટોરી શેર કરી. જેમાં જોવા મળે છે કે પ્રિયંકાની ડોગીએ પફર જેકેટ પહેર્યું છે. તસવીર પર કેપ્શન આપતાં પ્રિયંકાએ લખ્યું કે લોસ એન્જલસમાં ખૂબ ઠંડી છે. તેણે ડિઝાઈનરનો ડાયનાના આઉટફિટ માટે આભાર પણ માન્યો હતો.
પ્રિયંકા હવે ઈન્ટરનેશનલ સ્ટાર બની છે. આ સંજોગોમાં તેનું ડોગી પણ લાઈમલાઈટમાં છે. ડાયનાનું અલગ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પણ છે અને એના પર 95 હજારથી વધારે ફોલોઅર્સ છે. આ એકાઉન્ટના ફોલોઅર્સને મજેદાર કેપ્શન્સવાળી પોસ્ટ જોવા મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે