નવી દિલ્હી: પ્રિયા પ્રકાશ વારિયર (Priya Prakash Varrier) તાજેતરમાં ફરી ચર્ચામાં આવી છે. ટૂંક સમયમાં તેલુગૂ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 'ક્રેક' (Check Movie) સાથે ડેબ્યૂ કરવા જઈ રહી છે, અને તે નીતિનની (Nithiin) સાથે જોવા મળશે. ફિલ્મનું તેનું પ્રથમ સોન્ગ પર રિલીઝ થઈ ગયું છે અને તેનો અંદાજ ફેન્સને ઘણો પસંદ આવી રહ્યો છે. પરંતુ પ્રિયા પ્રકાશ વારિયરે (Priya Prakash Varrier) તેના ઇન્સ્ટાગ્રામ (Instagram) પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે ક્રેક ફિલ્મના (Check Movie) સોન્ગની શૂંટિગ કરી રહી છે. આ વીડિયામાં તે દોડી નીતિનની પીઠ પર ચડવા જાય છે. પરંતુ તે સમયે ન તો નીતિન તેને બરોબર પડકી શકે છે અને ન પ્રિયા પ્રકાશ વારિયર પોતાનું બેલેન્સ જાળવી શકે છે.
પ્રિયા પ્રકાશ વારિયરે આ વીડિયોને પોતાના ઇન્સ્ટાગ્રામ (Instagram) એકાઉન્ટ પર શેર કરતા લખ્યું, આ જીવન કેવી રીતે મન ધરાશાયી કરે છે, તેની એક ઝલક છે અને હું દરેક વખતે ઉભી થઉ છું અને સંપૂર્ણ વિશ્વાસ સાથે આગળ વધું છું. આ રીતે પ્રિયા પ્રકાશ વારિયરે (Priya Prakash Varrier) આ વીડિયોને પોતાના જીવન સાથે જોડ્યો છે. પરંતુ પ્રિયા પ્રકાશ વારિયર જે રીતે જમીન પર પટકાઈ છે. તે જોતા સેટ પર હંગામો મચી જાય છે.
આ પણ વાંચો:- દિવ્યાને મોતનો આભાસ થઈ ગયો હતો? ઘટી હતી આ અજીબ ઘટના
તમને જણાવી દઇએ કે, પ્રિયા પ્રકાશ વારિયરની ફિલ્મ 'ક્રેક'ને ચંદ્રશેખર યેલેતી ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મ 26 ફેબ્રુઆરના રિલીઝ થશે. ફિલ્મના ટ્રેલરમાં નીતિન કેદીના રોલમાં જોવા મળે છે. જ્યારે રકૂલ પ્રીત સિંહ ફિલ્મમાં ક્રિમિનલ વકીલના રોલમાં છે. આ ફિલ્મમાં એક્શન અને થ્રિલરનો જબરદસ્ત ડોઝ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે