Home> Entertainment
Advertisement
Prev
Next

Priya Prakash Varrier ની ફિલ્મ 'ચેક'નું ટ્રેલર થયું રિલીઝ, સસ્પેંસથી ભરપૂર છે Video

પ્રિયા પ્રકાશ વોરિયર (Priya Prakash Varrier) નિથિન (Nithiin) અને રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) ની ફિલ્મ 'ચેક' (Check) નું ટ્રેલર સસ્પેંસથી ભરપૂર જોવા મળી રહ્યું છે.

Priya Prakash Varrier ની ફિલ્મ 'ચેક'નું ટ્રેલર થયું રિલીઝ, સસ્પેંસથી ભરપૂર છે Video

નવી દિલ્હી: પ્રિયા પ્રકાશ વોરિયર (Priya Prakash Varrier) ની તેલૂગૂ ફિલ્મ 'ચેક' (Check) નું ટ્રેલર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં જ યૂટ્યૂબ પર હાલ 16મા નંબરે ટ્રેડ કરી રહ્યું છે. પ્રિયા પ્રકાશ વોરિયર (Priya Prakash Varrier) ઉપરાંત આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા સુપરસ્ટાર નિથિન (Nithiin) ભજવી રહ્યા છે. તો બીજી તરફ અભિનેત્રી રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) પણ વકીલના દમદાર રોલમાં જોવા મળી રહી છે. પ્રિયા પ્રકાશ વોરિયર આ ફિલ્મથી ટોલીવુડમાં પણ ડેબ્યૂ કરી કરી રહી છે. 

fallbacks

પ્રિયા પ્રકાશ વોરિયર (Priya Prakash Varrier) નિથિન (Nithiin) અને રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) ની ફિલ્મ 'ચેક' (Check) નું ટ્રેલર સસ્પેંસથી ભરપૂર જોવા મળી રહ્યું છે. તેમાં ઘણા ટ્વિટ્સ અને ટર્ન્સ જોવા મળી રહ્યા છે. ટ્રેલરમાં જોઇ શકાય છે કે નિથિન એક કેદીની ભૂમિકા ભજવી રહ્યા છે અને તેમને ગદ્દારના રૂપમાં રજૂ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ રકુલ પ્રીત સિંહ ફિલ્મમાં ક્રિમિનલ વકીલના રોલમાં છે જેમને લાગે છે કે નિથિન નિર્દોષ છે. ફિલ્મમાં એકશનનો જોરદાર ડોઝ જોવા મળી રહ્યો છે. 

પ્રિયા પ્રકાશ વોરિયર (Priya Prakash Varrier) ની ફિલ્મ 'ચેક' (Check) ને ચંદ્ર શેખર યેલેતી ડાયરેક્ટર કરી રહ્યા છે. અત્યાર સુધી ટ્રેલરને 43 લાખથી વધુ લોકો જોઇ ચૂક્યા છે. બુધવારે જ આ ટ્રેલર રિલીઝ થયું હતું. ફિલ્મ આગામી 26 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે. આ ફિલ્મના ટ્રેલરને જે પ્રકારે રિસ્પોન્સ મળી રહ્યો છે તેનાથી લાગી રહ્યું છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર જોરદાર ધમાલ મચાવશે.

બિઝનેસના તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More