Home> Entertainment
Advertisement
Prev
Next

કોફી વિથ કરણમાં પ્રિયંકા અને કરીના, હસીહસીને બેબોએ કાપી લીધું પિગી ચોપ્સનું નાક

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને કરીના કપૂર વચ્ચે લવહેટ રિલેશનશીપ રહી છે. આ બંને વચ્ચે ક્યારેય ગાઢ મિત્રતા નથી રહી. તેઓ ભુતકાળમાં જાહેરમાં એકબીજાની અનેકવાર ટીકા કરી ચૂક્યા છે. હાલમાં જ કરીના અને પ્રિયંકા કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’ના સેટ પર પહોંચી હતી. અહીં તેઓએ એકબીજા સાથે સારું વર્તન કર્યું હતું પણ એક તબક્કે બેબોએ હસીહસીને પિગ ચોપ્સનું નાક કાપી લીધું હતું. 

કોફી વિથ કરણમાં પ્રિયંકા અને કરીના, હસીહસીને બેબોએ કાપી લીધું પિગી ચોપ્સનું નાક

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને કરીના કપૂર વચ્ચે લવહેટ રિલેશનશીપ રહી છે. આ બંને વચ્ચે ક્યારેય ગાઢ મિત્રતા નથી રહી. તેઓ ભુતકાળમાં જાહેરમાં એકબીજાની અનેકવાર ટીકા કરી ચૂક્યા છે. હાલમાં જ કરીના અને પ્રિયંકા કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ’ના સેટ પર પહોંચી હતી. અહીં તેઓએ એકબીજા સાથે સારું વર્તન કર્યું હતું પણ એક તબક્કે બેબોએ હસીહસીને પિગ ચોપ્સનું નાક કાપી લીધું હતું. 

fallbacks

શોમાં બંને એક્ટ્રેસે પોતાની પર્સનલ લાઈફ વિશે ઘણી વાતો શેર કરી. વાતચીત દરમિયાન કરીનાએ જાહેરમાં પ્રિયંકાને ટોણો માર્યો. કરીનાએ કહ્યું કે, હોલિવૂડમાં જઈને પોતાના મૂળ ભૂલી ન જતી. હકીકતમાં વાતચીત દરમિયાન કરીનાએ પ્રિયંકાને પૂછ્યું કે, તને ખબર છે વરુણ કોને ડેટ કરે છે? તો પ્રિયંકાએ ના પાડી ત્યારે કરીનાએ ફટાક દઈને કહ્યું, “સાંભળ હોલિવુડમાં જઈને પોતાના મૂળને ના ભૂલી જઈશ.” 

એક ઘાને બે કટકા, અજય દેવગનની ટીમે લીધો મર્દાના નિર્ણય

કરીના અને પ્રિયંકાની જોડી 2004માં આવેલી ફિલ્મ એતરાઝમાં સાથે જોવા મળી હતી. આ ફિલ્મ પછી બંને વચ્ચે કેટફાઇટ શરૂ થઈ ગઈ હતી. 2010માં કરીનાએ કોફી વિથ કરણમાં પ્રિયંકા પર કમેન્ટ કરીને એના એક્સેન્ટની ટીકા કરી હતી. એ સમયે પ્રિયંકા અને શાહિદ ડેટિંગ કરી રહ્યા હતા. આ પછી પ્રિયંકાએ પણ કચકચતો વળતો જવાબ આપ્યો હતો. હવે આ બંને કોફી વિથ કરણમાં સાથે આવી રહ્યા છે. તેમનો આ એપિસોડ 24 ફેબ્રુઆરીએ ટેલિકાસ્ટ થવાનો છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More