Home> Entertainment
Advertisement
Prev
Next

કરીનાએ જ્યારે કહી દીધું...મારે નથી થવું પ્રિયંકા જેવું

કોફી વિથ કરણમાં કરીના કપૂર ખાન અને પ્રિયંકા ચોપડાએ સાથે હાજરી આપી છે

કરીનાએ જ્યારે કહી દીધું...મારે નથી થવું પ્રિયંકા જેવું

નવી દિલ્હી : બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન અને પ્રિયંકા ચોપડા જોનાસે હાલમાં કોફી વિથ કરણમાં એકસાથે હાજરી આપી હતી. આ એપિસોડમાં કરીના સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે તેને પ્રિયંકા જેવું નથી થવું કારણ કે તે પ્રિયંકા જેટલી મહત્વાકાંક્ષી નથી. કરીનાને પ્રિયંકાને દુનિયાની લોકપ્રિય સેલિબ્રિટીમાંથી એક ગણાવી. આ શોમાં તેમણે જીવનના અનેક પાસાઓ વિશે વાત કરી હતી. 

fallbacks

એક નિવેદન પ્રમાણે શોના હોસ્ટ કરણ જોહરે જ્યારે કરીનાને સવાલ કર્યો કે શું તે પ્રિયંકાની જેમ હોલિવૂડ જવા ઇચ્છે છે તો તેણે ઇન્કાર કરી દીધો.  કરીનાએ કહ્યું કે હું ન જઈ શકું અને મેં આ હંમેશા કહ્યું છે. હું હંમેશા મારા મૂળ સાથે જોડાયેલી છું. મારો પરિવાર, મારો પ્રેમ અને ખાસ તો મારો દીકરો પણ અહીં જ છે. 

શ્રીદેવીની ફેવરિટ સાડીની ઓનલાઇન નિલામી, બોલી પહોંચી આટલા રૂપિયા સુધી

કરીના અને પ્રિયંકાની જોડી 2004માં આવેલી ફિલ્મ એતરાઝમાં સાથે જોવા મળી હતી. આ ફિલ્મ પછી બંને વચ્ચે કેટફાઇટ શરૂ થઈ ગઈ હતી. 2010માં કરીનાએ કોફી વિથ કરણમાં પ્રિયંકા પર કમેન્ટ કરીને એના એક્સેન્ટની ટીકા કરી હતી. એ સમયે પ્રિયંકા અને શાહિદ ડેટિંગ કરી રહ્યા હતા. આ પછી પ્રિયંકાએ પણ કચકચતો વળતો જવાબ આપ્યો હતો. હવે આ બંને કોફી વિથ કરણમાં સાથે આવી રહ્યા છે. તેમનો આ એપિસોડ 24 ફેબ્રુઆરીએ ટેલિકાસ્ટ થવાનો છે. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More