Home> Entertainment
Advertisement
Prev
Next

OSCARS 2019 બાદ થયેલી 'આફ્ટર પાર્ટી'માં છવાઇ ગઈ પ્રિયંકા-નિકની જોડી, જુઓ PICS

ઓસ્કાર બાદ થયેલી આફ્ટર પાર્ટીમાં રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યા પ્રિયંકા ચોપડા અને નિક જોનસ. 
 

OSCARS 2019 બાદ થયેલી 'આફ્ટર પાર્ટી'માં છવાઇ ગઈ પ્રિયંકા-નિકની જોડી, જુઓ PICS

નવી દિલ્હીઃ ઓસ્કાર 2019માં જ્યાં કાલ (સોમવાર) દરેક જગ્યાએ છવાયું હતું, તો ઓસ્કાર બાદ યોજાયેલી સેલિબ્રિટી પાર્ટી પણ શાનદાર રહી. આ પાર્ટીના ફોટો વાયરલ થઈ રહ્યાં છે. બોલીવુડમાં દેસી ગર્લના નામથી જાણીતી પ્રિયંકા ચોપડા જોનસ અને હોલીવુડના સ્ટાર નિક જોનસે પણ આ પાર્ટીમાં ભાગ લીધો હતો. પ્રિયંકાએ પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર આ દરમિયાન પોતાના પતિ નિકની સાથે થયેલા ફોટોશૂટની કેટલિક તસ્વીરો શેર કરી છે. પ્રિયંકા દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. 

fallbacks

fallbacks

(ફોટો સાભારઃ ઇંસ્ટાગ્રામ, પ્રિયંકા ચોપડા)

આ ફોટોમાં પ્રિયંકા ચોપડાએ બ્લેક ડ્રેસ પહેર્યો હતો તો નિક જોનસ બ્લૂ ટક્સીડોમાં શાનદાર લાગી રહ્યો હતો. આ તસ્વીરોમાં બંન્ને અલગ-અલગ રીતે પોઝ આપતા જોવા મળ્યા હતા. તસ્વીરોમાં કપલની ખૂબસૂરતી શાનદાર છે. નિકે પણ તે ફોટોને શેર કર્યા અને પત્ની પ્રિયંકા માટે કેપ્ટન લખ્યું, આ હંમેશા મને ખુશ કરે છે. આ કેપ્શન પર પ્રિયંકાએ પણ જવાબ આપતા લખ્યું, તું મને હંમેશા હસાવે છે. પ્રિયંકા-નિકના આ ક્યૂટ અને પ્યારભર્યા કોમેન્ટ્સ પર ફેન્સની હજારો લાઇક્સ આવી રહી છે. 

fallbacks

(ફોટો સાભારઃ ઇંસ્ટાગ્રામ, નિક જોનસ)

ગત વર્ષે 2018માં પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નની ચર્ચા વિશ્વભરમાં ચાલી હતી. તેમના લગ્નને થોડા મહિના થયા છે. તે બંન્ને દરેક ઈવેન્ટમાં જ સૌથી અલગ અને ગ્લેમરસ અંદાજમાં જોવા મળે છે અને સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ પણ થાય છે. 

વાંચો બોલીવુડના અન્ય સમાચાર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More