Home> Entertainment
Advertisement
Prev
Next

Priyanka Chopra ને પરેશાન કરી રહી છે આ ચિંતા, કહ્યું- હું તમારી પાસે ભીખ માંગુ છું

દુનિયામાં ફરી એકવાર કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. આપણા દેશમાં પણ કોરોના મહામારી આઉટ ઓફ કંટ્રોલની સ્થિતિએ પહોંચી ગયો છે. દરરોજ મોત અને બીમારીના આંકડા લોકોને ડરાવી રહ્યા છે. ત્યારે હવે વિદેશમાં રહેતી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા જોનસને (Priyanka Chopra Jonas) પિયરની એટલે ભારતની ચિંતા સતાવી રહી છે. તેણે એક પોસ્ટ દ્વારા પોતાના ફેન્સને એક વિનંતી કરી છે.

Priyanka Chopra ને પરેશાન કરી રહી છે આ ચિંતા, કહ્યું- હું તમારી પાસે ભીખ માંગુ છું

નવી દિલ્હી: દુનિયામાં ફરી એકવાર કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. આપણા દેશમાં પણ કોરોના મહામારી આઉટ ઓફ કંટ્રોલની સ્થિતિએ પહોંચી ગયો છે. દરરોજ મોત અને બીમારીના આંકડા લોકોને ડરાવી રહ્યા છે. ત્યારે હવે વિદેશમાં રહેતી એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા જોનસને (Priyanka Chopra Jonas) પિયરની એટલે ભારતની ચિંતા સતાવી રહી છે. તેણે એક પોસ્ટ દ્વારા પોતાના ફેન્સને એક વિનંતી કરી છે.

fallbacks

કોવિડ-19 પર લખી લાંબી નોટ
પ્રિયંકા ચોપરા જોનાસે (Priyanka Chopra Jonas) આ સમયે ભારતમાં વર્તમાન કોવિડ-19 ની ભયાનક સ્થિતિ પર એક નોટ લખી છે. તેણે આ સ્થિતિને ખુબ જ ગંભીર ગણાવી છે. સાથે જ એમ પણ સમજાવવાનો પ્રયાસ કર્યો છે કે, કેવી રીતે આ સ્થિતિનો સામનો કરી શકીએ છે.

fallbacks

હું તમારી પાસે માંગું છું...
પ્રિયંકા ચોપડાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું છે- સંપૂર્ણ દેશમાં કોરોનાની સ્થિતિ ગંભીર છે. હું દેશના અલગ અલગ ભાગમાંથી આવી રહેલી તસવીરો જોઇ રહી છું જે ખુબજ ભયાનક છે. સ્થિતિ કંટ્રોલથી બહાર છે. મહેરબાની કરીને ઘર પર રહો. હું તમારી પાસે ભીખ માંગું છું કે ઘર પર રહો. તેને તમારા, તમારા પરિવાર, મિત્રો, પાડોસીઓ માટે પણ જરૂરી સમજો. દરેક ડોક્ટર અને ફ્રન્ટ લાઈન વર્કર પણ આ જ કહી રહ્યા છે.

આ પણ વાંચો:- Rudra - The Edge of Darkness: અજય દેવગને ડિજિટલ ડેબ્યૂની કરી જાહેરાત, ટીઝર જોઈ ક્રેઝી થયા ફેન્સ

સિસ્ટમને લઇને કહીં આ વાત
પ્રિયંકાએ વધુમાં લખ્યું છે, ઘરે રહો. સુનિશ્ચિત કરો તમારા પ્રિયજનો ઘર પર રહે. જો તમે બહાર જાઓ છો તો માસ્ક પહેરો. તમારી આસપાસના લોકો સાથે વાત કરો અને મામલાની ગંભીરતાને સમજવાનો પ્રયત્ન કરો. આપણે તેને હળવાશથી લઈ શકીએ નહીં. જ્યારે પણ તમારો વારો આવે વેક્સીન લગાવો. આ બધું કરવાથી આપણી મેડિકલ સિસ્ટમનો ભાર ઓછો થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More