Home> Entertainment
Advertisement
Prev
Next

હંમેશા વિવાદોમાં રહે છે અભિનેત્રી પ્રિયંકા ચોપડાની આ કઝિન સિસ્ટર

પ્રિયંકા ચોપરા બોલીવુડથી લઈને હોલીવૂડમાં પોતાની ઓળખ બનાવી ચૂકી છે. તો તેમની કઝિન પરિણીતિ ચોપરા પણ સફળ અભિનેત્રીઓમાં ગણાય છે.
 

હંમેશા વિવાદોમાં રહે છે અભિનેત્રી પ્રિયંકા ચોપડાની આ કઝિન સિસ્ટર

નવી દિલ્હીઃ પ્રિયંકા અને પરિણીતિની એક બીજી કઝિન છે જે ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છે.  અમે વાત કરી રહ્યા છે મીરા ચોપરાની.

fallbacks

મીરા ચોપરા એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે અને મીરા બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને પરિણીતી ચોપરાની કઝીન છે.  મીરા હિન્દી ફિલ્મોથી વધારે તમિલ, તેલુગુ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.  મીરાએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2008માં તમિલ ફિલ્મથી કરી હતી.

fallbacks

મીરાએ અત્યાર સુધી થોડી જ હિન્દી ફિલ્મમાં કર્યું છે કામ. ગેંગ ઓફ ઘોસ્ટ, કલંક અને 1920 લંડન, ભૈયાજી સુપરહિટ અને સેક્શન 375 જેવી ઘણી ફિલ્મોમાં જોવા મળી છે.  જોકે અત્યાર સુધી મીરાને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં વધુ સફળતા નથી મળી.

fallbacks

મીરા ચોપરાનો જન્મ 8 જુલાઈ 1983ના રોજ નવી દિલ્લીમાં થયો હતો. મીરા ચોપરાએ વર્ષ 2005માં પોતાનો અભિયનય કરિયરની શરૂઆત ફિલ્મ અંબે એરયુરેથી કરી. ફિલ્મમાં તેમની સાથે એસ. જે. સૂર્યા હતા. આ ફિલ્મ દક્ષિણ ભારતની સુપરહિટ ફિલ્મોમાંની એક ફિલ્મ છે.

fallbacks

મીરાની બીજી ફિલ્મ તેલુગુ ભાષાની ફિલ્મ એક્ટર પવન કલ્યાણની આવી. ત્યાર બાદ એમ.એસ. રાજુની ફિલ્મ વાણામાં પણ મીરા જોવા મળી જેના દર્શકો અને સમીક્ષકોએ વખાણ કર્યા. સાઉથ ફિલ્મોમાં તેના સફળ કરિયરને પણ તેને બાય બાય કહી દીધું.

fallbacks

લાંબા સમય પછી મીરાએ હિન્દી ફિલ્મોથી કમબેક કર્યું. મીરા ચોપરાએ વિક્રમ ભટ્ટની બોલીવુડ ફિલ્મ 1920:લંડનમાં શર્મન જોશી બોલીવુડ કરિયરની શરૂઆત કરી. હમણાં જ ફર્જી આઈડી કાર્ડ બનાવીને કોરોના વેક્સીન લગાવવા અંગે મીરા કોન્ટ્રોવર્સીમાં આવી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More