Home> Entertainment
Advertisement
Prev
Next

પ્રિયંકાની videoમાં કેદ થયેલી આ હરકત 79 લાખથી વધુ લોકોએ જોઈ લીધી...

સમગ્ર દેશ હાલના સમયમાં કોરોના સંકટને કારણે લોકડાઉનમાં છે. આ દરમિયાન સામાન્ય પબ્લિકથી લઈને બોલિવુડ સ્ટાર્સ પણ પોતાના ઘરમાં કેદ છે. આ તાળાબંધીમાં આ સેલેબ્સ સોશિયલ મીડિયા પર ખાસ એક્ટિવ થઈ ગયા છે, અને જોરદાર તસવીરો અને વીડિયોઝ શેર કરી રહ્યાં છે. આ રેસમાં હવે પ્રિયંક ચોપડા (Priyanka Chopra) પણ સામેલ થઈ ચૂકી છે. 

પ્રિયંકાની videoમાં કેદ થયેલી આ હરકત 79 લાખથી વધુ લોકોએ જોઈ લીધી...

ઝી મીડિયા/બ્યૂરો :સમગ્ર દેશ હાલના સમયમાં કોરોના સંકટને કારણે લોકડાઉનમાં છે. આ દરમિયાન સામાન્ય પબ્લિકથી લઈને બોલિવુડ સ્ટાર્સ પણ પોતાના ઘરમાં કેદ છે. આ તાળાબંધીમાં આ સેલેબ્સ સોશિયલ મીડિયા પર ખાસ એક્ટિવ થઈ ગયા છે, અને જોરદાર તસવીરો અને વીડિયોઝ શેર કરી રહ્યાં છે. આ રેસમાં હવે પ્રિયંક ચોપડા (Priyanka Chopra) પણ સામેલ થઈ ચૂકી છે. 

fallbacks

નવા રૂપરંગ સાથે ગુજરાતમાં લોકડાઉન 4 લાગુ, જાણો ક્યારથી અને કેવા છૂટછાટ સાથે અમલ થશે

પ્રિયંકાએ પોતાના અધિકારિક ઈન્સ્ટાગ્રામ હેન્ડલથી એક વીડિયો શેર કર્યો છે. જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પ્રિયંકા બાથરોબ પહેરીને પંજાબી ધૂન પર ડાન્સ કરતી નજર આવી રહી છે. આ વીડિયોમાં પ્રિયંકાની હેરસ્ટાઈલે વધુ આકર્ષણ જગાવ્યુ છે. આ મજેદાર પોસ્ટને શેર કરીને એક્ટ્રેસે લખ્યુ છે કે, વિકેન્ડ પર ડાન્સ, હંમેશા કંઈને કંઈ હોય છે. 

લોકડાઉન-4 પહેલા ગુજરાતમાં કોરોનાના કેસનો આંકડો 11380 પર પહોંચી ગયો

આ વીડિયોને અત્યાર સુધી 79 લાખથી વધુ વ્યૂ મળી ચૂક્યા છે. પ્રિયંકા ચોપરાની હેરસ્ટાઈલ પર વીડિયોમાં બહુ જ ચર્ચામાં રહી છે. લોકોએ આ વીડિયો પર ભરપૂર કોમેન્ટ પર કરી છે. એક યુઝરે લખ્યું છે કે, આપણા દેશનો આ કોહીનૂર હીરો છે, જેને વિદેશીઓએ મેળવી લીધો છે. તો અન્ય એક યુઝરે લખ્યું છે કે, આ કઈ હેરસ્ટાઈલ છે, માઉન્ટેન....

ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં પોતાના પ્રિન્ટેડ માસ્કને લઈને પ્રિયંકા ચર્ચામાં આવી હતી. તેણે એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, તે કેટલા દિવસો બાદ ઘરમાંથી બહાર નીકળી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More