Home> Entertainment
Advertisement
Prev
Next

પ્રિયંકા ચોપડાને લાગ્યો જેકપોટ, મળ્યો કરિયરને ચાર ચાંદ લગાવી દેતો રોલ

લગ્ન પછી પણ પ્રિયંકા પ્રોફેશનલ લાઇફમાં સતત આગળ વધી રહી છે

પ્રિયંકા ચોપડાને લાગ્યો જેકપોટ, મળ્યો કરિયરને ચાર ચાંદ લગાવી દેતો રોલ

મુંબઈ : પ્રિયંકા ચોપડા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને કારણે સતત ચર્ચામાં રહેતી હોય છે. ગયા વર્ષે તેણે પોતાના બોયફ્રેન્ડ નિક જોનાસ સાથે લગ્ન કર્યા હતા અને હવે તે પોતાની હોલિવૂડ ફિલ્મ ઇઝન્ટ ઇટ રોમેન્ટિક?ને પ્રમોટ કરી રહી છે. 

fallbacks

હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન પ્રિયંકાએ ખુલાસો કર્યો છે કે તે બહુ જલ્દી મોટા પડદા પર મા આનંદ શીલાનો રોલ ભજવતી જોવા મળશે.        આ ફિલ્મને  હોલિવૂડના જાણીતા ડિરેક્ટર બૈરી લેવિનસન ડિરેક્ટ કરી રહ્યા છે. પ્રિયંકાએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે ''હું બૈરી લેવિનસનની એક ફિલ્મમાં કામ કરી રહી છું. તે બહુ મોટા ડિરેક્ટર છે. આ ફિલ્મમાં અમે ભારતમાં જન્મેલા મા આનંદ શીલાને પાત્રને પડદા પર દર્શાવીશું. તેઓ ઓશોના અત્યંત અંગત હતા અને મોટા આધ્યાત્મિક ગુરુ હતા. હું આ ફિલ્મ પ્રોડ્યુસ પણ કરી રહી છું.''

પહેલા એવી ચર્ચા હતી કે મા આનંદ શીલાના જીવન પર હિન્દીમાં જે ફિલ્મ બનશે તેમાં આમિર ખાનની સાથે આલિયા ભટ્ટ મુખ્ય રોલ ભજવશે. જોકે ધ એલેન ડેજેનેરસ શોમાં પ્રિયંકા ચોપડાએ આ રિવીલ કર્યુ કે તેઓ માં આનંદ શીલાના જીવન પર બાયોપિક પ્રોડ્યૂસ કરવા જઈ રહી છે. પ્રિયંકા હવે બહુ જલ્દી ડિરેક્ટર સોનાલી બોસની ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંકમાં મુખ્ય રોલ ભજવતી જોવા મળશે. આ ફિલ્મમાં પ્રિયંકા સિવાય ફરહાન અખ્તર અને ઝાયરા વસીમ કામ કરી રહ્યા છે.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More