Home> Entertainment
Advertisement
Prev
Next

11 વર્ષ નાના મંગેતરને પ્રિયંકા ચોપડાએ જાહેરમાં કરી Kiss, વીડિયો વાયરલ

એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાના મંગેતર નિક જોનાસે 16 સપ્ટેમ્બરે તેનો 27મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. તે દરમિયાન હાજર પ્રિયંકાએ ખુલ્લેઆમ સ્ટેજ પર નિકને કિસ કરી અને કેક ખવડાવી બર્થડે વિશ કરી હતી.

11 વર્ષ નાના મંગેતરને પ્રિયંકા ચોપડાએ જાહેરમાં કરી Kiss, વીડિયો વાયરલ

નવી દિલ્હી: એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાના મંગેતર નિક જોનાસે 16 સપ્ટેમ્બરે તેનો 27મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. તે દરમિયાન હાજર પ્રિયંકાએ ખુલ્લેઆમ સ્ટેજ પર નિકને કિસ કરી અને કેક ખવડાવી બર્થડે વિશ કરી હતી. આ સાથે પ્રિયંકાનો કિસ કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

fallbacks

અમેરિકન પોપ સ્ટાર નિક તેની મંગેતર પ્રિયંકાની સાથે બેસબોલ મેચ જોવા માટે કેલિફોર્નિયાના એંજલ સ્ટેડિયમ પહોંચ્યો હતો. રવિવારની રાત્રે 12 વાગે ફેન્સે નિક જોનાસનો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. સ્ટેડિયમમાં જ તેના માટે કેક લાવવામાં આવી હતી. જ્યાં નિકે કેક કાપી ‘દેશી ગર્લ’ પ્રિયંકાનું મો મીઠુ કરાવ્યું હતું. આ સેલિબ્રેશનને સ્ટેડિયમની સ્ક્રીન પર બધા જ દર્શકોએ જોયું હતું.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Now that’s what we call a great birthday celebration, @nickjonas.

A post shared by Filmfare (@filmfare) on

આ સેલિબ્રેશનનો એક વધુ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં રેડ કલરના કપડામાં ‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપડા તેના મંગેતર નિકને ગળે મળી અને કિસ કરતી જોવા મળી રહી છે. તમે પણ જુઓ વીડિયો....

એટલું જ નહીં, પ્રિયંકા ચોપડાએ પણ તેના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટથી બર્થડે સેલિબ્રેશનના ફોટો શેર કર્યા છે. જેમાં નિક-પ્રિયંકા સાથે ઘણા લોકો જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે. સગાઇ પછી પ્રિયંકા અને નિક ખુલ્લેઆમ તેમના પ્રેમ દર્શાવી રહ્યા છે. એટલું જ નહી, પહેલાથી જ એક-બીજાને ઓળખી આ જોડીએ તેમની રોકા સેરેમની દરમિયાન ડાન્સ કર્યો હતો.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Birthday Hang. ⚾️ 🎉

A post shared by Priyanka Chopra (@priyankachopra) on

એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા અને હોલીવુડ પોપ સ્ટાર નિક જોનાસ થોડા સમયમાં પહેલા સગાઇના બંધનમાં બંધાયા છે. મુંબઇમાં 18 ઓગસ્ટને પારંપરિક રોકાની વિધિ કર્યા પછી આ જોડીએ તેમના રિલેશનની સત્તાવાર જાહેરાત કરી હતી. ત્યારબાદથી પ્રિયંકા અને નિકને દરકે બાજુએથી અભિનંદ પાઠવવામાં આવી રહ્યાં છે. બીજી તરફ મંગેતર નિક જોનાસ અને પ્રિયંકાની ઉંમરમાં 11 વર્ષનું અંતર હોવાના કારણે બંનને સોશિયલ મીડિયા પર ટીકાઓનો સામનો કરવા પડી રહ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More