Home> Entertainment
Advertisement
Prev
Next

Priyanka Chopra ને નિક જોનાસથી રહેવું પડશે દૂર, પ્રેમમાં આવ્યો આ અવરોધ

Priyanka Chopra on long distance: પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) તાજેતરમાં તેની અપકમિંગ વેબસીરિઝ 'સિટાડેલ' (Citadel) ના શૂટિંગમાં વ્યસ્ત છે.

Priyanka Chopra ને નિક જોનાસથી રહેવું પડશે દૂર, પ્રેમમાં આવ્યો આ અવરોધ

નવી દિલ્હી: બોલીવૂડથી હોલીવૂડ સુધી સફર કરનાર એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) છેલ્લા 12 મહિનાથી લંડનમાં તેની અપકમિંગ વેબસીરિઝ 'સિટાડેલ' (Citadel) નું શૂટિંગ કરી રહી છે. એક્ટ્રેસનું કહેવું છે કે લાંબા સમય સુધી તેના પતિ અમેરિકન પોપ સિંગર નિક જોનાસ (Nick Jonas) થી અલગ રહેવું મુશ્કેલ રહ્યું છે.

fallbacks

ઘણું મુશ્કેલ હતું દૂર રહેવું
પ્રિયંકાએ કહ્યું કે, આ વર્ષ વાસ્તવમાં મુશ્કેલ રહ્યું છે. આખા એક વર્ષ માટે ઘરથી દૂર રહેવું વાસ્તવમાં મુશ્કેલ હતું, ખાસ કરીને એવા સમયે જ્યારે તમે તમારા પરિવારને જોવા માટે યાત્રા કરી શકો નહીં. હું એકલી હતી. femalefirst.co.uk ના રિપોર્ટ અનુસાર એક્ટ્રેસ અને નિકને દૂર રહ્યા બાદ હવે એક સાથે રહેવા માટે પહેલા ક્વોરન્ટાઇન રહેવું જરૂરી છે.

પેટ્રોલ-ડીઝલ આવશે GST ના દાયરામાં? જીએસટી કાઉન્સીલે મહત્વની જાણકારી

કોરોનાએ મુશ્કેલ કર્યો પ્રેમ
પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) એ સ્વીકાર કર્યો કે કોરોનાએ પ્રેમ કરનાર જોડીઓ માટે જીવનને મુશ્કેલ બનાવ્યું છે. પ્રિયંકાએ લેડીઝ ફર્સ્ટ વિધ લારા બ્રાઉન પોડકાસ્ટને જણાવ્યું કે, આ મુશ્કેલ હતું પરંતુ અમે સફળ રહ્યા. પ્રિયંકા અને નિક બંને તેમની પર્સનલ પરિસ્થિતિઓ અને તેમની લાંબા કરિયરની મહત્વકાંક્ષાઓને સમજે છે. તેથી બેવોચ સ્ટારે કહ્યું કે, અમે દરેક સમયે વાત કરીએ છીએ. અમે એકબીજાના દિલને જાણીએ છે. અમે જે પણ કરીએ છીએ તેમાં અમે એકબીજાને પ્રાથમિકતા આપીએ છીએ.

સાઉદી અરેબિયા પહોંચ્યો કોરોનાનો નવો વેરિઅન્ટ Omicron, નોંધાયો પહેલો કેસ

બંને ક્યારેય નથી કરતા આ કામ
પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) એ આગળ કહ્યું, 'અમારી અંગત કારકિર્દી છે અને અમે બંને ક્યારેય એકબીજાના વ્યવસાયિક જીવનમાં દખલ કરતા નથી. તેણે કહ્યું કે, પરંતુ તે નિર્ણયો મુખ્યત્વે અમારા બંને માટે છે, કારણ કે અમે જાતે જ મહેનત કરીને અમારી કારકિર્દી બનાવી છે. પ્રિયંકા એ વાતની પણ પ્રશંસા કરે છે કે નિક છેલ્લા એક વર્ષથી ઘણો ફ્લેક્સિબલ રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More