Home> Entertainment
Advertisement
Prev
Next

પ્રિયંકાના સોના હોમની ઉડી મજાક, પ્રોડક્ટના ભાવ જોઈ લોકોએ પકડ્યા માથાના વાળ

Priyanka Chopra Sona Home: તાજેતરમાં ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડાએ તેની નવી બિઝનેસ કંપની સોના હોમની જાહેરાત કરી હતી. આ કંપનીના પ્રોડક્ટ્સની સોશિયલ મીડિયા પર ખુબ ચર્ચા થઈ રહી છે અને યુઝર્સ તેની કિંમતને લઇને એક્ટ્રેસની ટિકા પણ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, કયા પ્રોડક્ટની સોશિયલ મીડિયા પર સૌથી વધારે ચર્ચા રહી છે અને ફેન્સ શું કહી રહ્યા છે.

પ્રિયંકાના સોના હોમની ઉડી મજાક, પ્રોડક્ટના ભાવ જોઈ લોકોએ પકડ્યા માથાના વાળ

Priyanka Chopra Sona Home: તાજેતરમાં ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડાએ તેની નવી બિઝનેસ કંપની સોના હોમની જાહેરાત કરી હતી. આ કંપની હોમવેર બ્રાન્ડ છે જે ઘર-ગૃહસ્થીના તમામ પ્રોડક્ટનું વેચાણ કરે છે. એટલું જ નહીં આ નામથી પ્રિયંકા ન્યુયોર્કમાં સોના રેસ્ટોરન્ટ પણ ચલાવે છે. તેના રેસ્ટોરન્ટ અંગે એક્ટ્રેસ ઘણી વખત સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર પ્રિયંકા ચોપડાને ટ્રોલ કરવામાં આવી રહી છે અને ફેન્સ તેના સોના હોમ પ્રોડક્ટ્સની ખુબ જ મજાક ઉડાવી રહ્યા છે. તેનું કારણ છે પ્રોડક્ટની ઓવર પ્રાઈઝ. સોશિયલ મીડિયા પર યુઝર્સ દાવો કરી રહ્યા છે કે, એક્ટ્રેસની કંપની ખુબ જ વધારે કિંમત પર પ્રોડક્ટ્સ વેચી રહી છે. આવો તમને જણાવી દઈએ કે, કયા પ્રોડક્ટ્સની સોશિયલ મીડિયા પર સૌથી વધારે ચર્ચા થઈ રહી છે અને ફેન્સ શું કહી રહ્યા છે.

fallbacks

22 જૂન 2022 એ પ્રિયંકા ચોપડાએ તેની સોના હોમ કંપની લોન્ચ કરી હતી. આ કારોબારમાં પ્રિયંકા ચોપડાની સાથે તેનો બિઝનેસ પાર્ટનર મનીષ ગોયલ પણ છે. કંપનીનું કહેવું છે કે, આ બ્રાન્ડ ભારતના તમામ કલ્ચર અને સભ્યતાને દુનિયાભરમાં પ્રોત્સાહન આપશે. પરંતુ સોશિયલ મીડિયા પર સોના હોમની કેટલીક પ્રોડક્ટની કિંમત વધુ હોવાના કારણે યુઝર્સ અનેક પ્રકારના સવાલ કરી રહ્યા છે.

સોના હોમને લોન્ચ કરવાની સાથે પ્રિયંકા ચોપડાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને ફેન્સને કંપની વિશે માહિતી આપી હતી. પ્રિયંકાએ જણાવ્યું હતું કે, આ બ્રાન્ડના તમામ ઘરેલું સામાનની સાથે કિચન પ્રોડક્ટ, ક્રોકરી, ટેબલ ક્લોથ, વાસણ, લેમ્પથી લઇને ઘણા પ્રોડક્ટના હોમ ડેકોરનો સામાન હશે.

30 હજારનું ટેબલ ક્લોથ

સોના હોમની વેબસાઈટ પર જો તમે વિઝિટ કરશો તો તમને ત્યાં ઘણી કેટેગરીમાં ખરીદી કરવાનો ઓપ્શન મળશે. ડિનરવેર, ટેબલ લાઈન્સ, બાર એન્ડ ડેકોરથી લઇને ગિફ્ટ સહિત ઘણા વિકલ્પ આ વેબસાઈટ પર જોવા મળશે. સાથે જ ફાઉન્ડરની ઓળખ અને પ્રોડક્ટ્સની જાણકારી પણ આપવામાં આવી છે. આવો તમને સોના હોમ પ્રોડક્ટ્સ અને તેની કિંમત વિશે જણાવી દઈએ.

બ્રેડ બાસ્કેટ- 7,500 રૂપિયા
ટેબલ રનર- 14,000 રૂપિયા
ટેબલ ક્લોથ- 30,000 રૂપિયા
G એન્ડ ટી સ્ટ્રોસ- 2,200 રૂપિયા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More