Home> Entertainment
Advertisement
Prev
Next

Priyanka Chopraનો ખુલાસો, હોલિવુડમાં જતા પહેલા ગુમાવવું પડ્યું હતું ‘આ’

બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જોનાસ (Priyanka Chopra Jonas)  નું કહેવું છે કે, હોલિવુડમાં જ્યારે તેણે પોતાનું કરિયર બનાવવાનો પ્રયાસ કર્યો, તો પહેલા તેને પોતાના અભિમાનનો ત્યાગ કરવો પડ્યો હતો. બોલિવુડમાં પર્યાપ્ત લોકપ્રિયતા મેળવ્યા બાદ પ્રિયંકાએ લગભગ 8 વર્ષ પહેલા હોલિવુડમાં પોતાનું કરિયર બનાવવાની શરૂઆત કરી હતી. વેરાયટી ડોટ કોમ સાથેની મુલાકાતમાં તેણે જણાવ્યું કે, જ્યારે મને અમેરિકા આવીને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો તો, મને સૌથી પહેલા એ બાબત યાદ છે જે મને કરવી પડી હતી. તે એ કે, મને મારું અભિયાન ત્યાગ કરવો પડ્યો હતો.

Priyanka Chopraનો ખુલાસો, હોલિવુડમાં જતા પહેલા ગુમાવવું પડ્યું હતું ‘આ’

ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જોનાસ (Priyanka Chopra Jonas)  નું કહેવું છે કે, હોલિવુડમાં જ્યારે તેણે પોતાનું કરિયર બનાવવાનો પ્રયાસ કર્યો, તો પહેલા તેને પોતાના અભિમાનનો ત્યાગ કરવો પડ્યો હતો. બોલિવુડમાં પર્યાપ્ત લોકપ્રિયતા મેળવ્યા બાદ પ્રિયંકાએ લગભગ 8 વર્ષ પહેલા હોલિવુડમાં પોતાનું કરિયર બનાવવાની શરૂઆત કરી હતી. વેરાયટી ડોટ કોમ સાથેની મુલાકાતમાં તેણે જણાવ્યું કે, જ્યારે મને અમેરિકા આવીને પ્રતિનિધિત્વ કરવાનો મોકો મળ્યો તો, મને સૌથી પહેલા એ બાબત યાદ છે જે મને કરવી પડી હતી. તે એ કે, મને મારું અભિયાન ત્યાગ કરવો પડ્યો હતો.

fallbacks

સુરત : કોરોના કેસમાં વિસ્ફોટ થવાની શરૂઆત, તાબડતોબ 1000 સ્ટાફની વ્યવસ્થા કરાઈ 

તે આગળ જણાવે છે કે, મને દરેક વાત કહેવી પડતી હતી કે હું કોણ છું અને શું કરવા માંગું છું. અમેરિકન ફિલ્મોમાં કામ કરી રહેલા કેટલાક ઉત્કૃષ્ઠ ભારતીય કલાકારો હતા, જેમ કે ઈરફાન ખાન, તબ્બુ, અનુપમ ખેર, અમિતાભ બચ્ચન, અને સાથે જ મીન્ડી કલિંગ અને અઝીઝ અન્સારી જેવા કેટલાક ઈન્ડિયન અમેરિકન, પરંતુ એવુ કોઈ ઉદાહરણ ન મળ્યું, જે અમેરિકન સંસ્કૃતિમાં સામેલ થવા માટે બહારથી આવેલ ભારતીય પ્રવાસી હોય અને વૈશ્વિક મનોરંજનની દુનિયામાં પ્રવેશ કરવા માંગતુ હોય. 

પ્રિયંકાએ ડિઝનીના એનિમેટેડ શો પ્લેન્સમાં એક વોઈસ આર્ટિસ્ટના રૂપમાં અમેરિકામાં ડેબ્યુ કર્યું હતું. તેના બાદ વર્ષ 2015માં ટીવી સીરિઝ ક્વાંટિકોમાં તે મુખ્ય પાત્રના રૂપમાં સામેલ થઈ. જેને લોકો દ્વારા પસંદ કરવામાં આવી. પ્રિયંકાએ પોતાના અભિનયની ઊંડી છાપ દર્શકોના માનસ પર છોડી. હજી સુધી તેની વિદેશમાં સારા કરિયરની સફળતા ચાલુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More