નવી દિલ્હી : બોલિવુડ અને હોલિવુડમાં પોતાની એક્ટિંગની અદાઓથી છવાયેલી અભિનેત્રી પ્રિયંકા ચોપડા અવાર નવાર સમાચારોમાં છવાયેલી રહે છે. હાલમાં જ પ્રિયંકા ભારતથી પરત ફરી ન્યૂયોર્ક ખાતે પોતાનાં ઘરે ગઇ છે. ત્યાર બાદ તે સતત સમાચોરમાં છવાયેલી રહે છે. જો કે હવે પ્રિયંકા પોતાનાં પતિ નિક જોનાસ સાથે કેટલીક એવી તસ્વીરો સામે આવી છે જેનાં કારણે ટ્રોલર્સનાં નિશાન પર છે. આ તસ્વીરોને સોશિયલ મીડિયા પર ભારે વાઇરલ થઇ રહી છે. જ્યાં લોકો તેમને સંઘી કહી રહ્યા છે.
Yoga Day 2019 : એનિમેટેડ વીડિયો દ્વારા પીએમ મોદીએ શીખવાડ્યા વિવિધ આસનો
પતિ નિક જોનાસ સાથે અભિનેત્રી પ્રિયંકા ચોપડાનો એક એવો લુક સામે આવ્યો છે જેના કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ રહી છે. વ્હોટ્સ એપથી માંડી ટ્વીટર સુધી પ્રિયંકાનો આ લુક છવાયેલો છે. લોકો આ તસ્વીર સાથે સાથે અલગ અલગ પ્રકારનાં મીમ શેર કરી રહ્યા છે. કોઇ પ્રિયંકાને આરએસએસ કાર્યકર્તા કહી રહ્યા ચે તો કોઇ તેમને મોહન ભાગવતના અનુયાયી ગણાવી રહ્યા છે.
Rss swag #PriyankaChopra #RSS pic.twitter.com/tPQNLGp63U
— Yogita phulwani (@yogitaphulwani1) June 18, 2019
Close enough! #PriyankaChopra pic.twitter.com/5LYJf6Xzy9
— Reshma Narayan (@reshmanarayan5) June 17, 2019
પ્રિયંકા ચોપડાની આ તસ્વીર તેનાં ફેન ક્લબમાં શેર થઇ રહી છે. આ તસ્વીરમાં પ્રિયંકા બ્લેક ટોપ અને ખાકી નિકર પહેરેલી જોવા મળે છે. બસ આ તસ્વીર જોતા જ લોકોને તેમનાં પર કોમેન્ટ કરવાનું ચાલુ કરી દીધું છે. જો કે પ્રિયંકાનો લુક ખુબ જ કુલ લાગી રહ્યો છે. કોઇ તેમને સંઘના ઇન્ટરનેશનલ બ્રાન્ડ એમ્બેસેડર કહી રહ્યા છે. એક યુઝરે કહ્યું કે, શું પ્રિયંકા RSSનાં સભ્ય બની ચુક્યા છે ? જ્યારે કેટલાક યુઝર કહી રહ્યા છે કે તેઓ શાખાની સીરિયસ મીટિંગ એટેન્ડ કરવા પહોંચ્યા છે.
International Yoga Day 2019 : 21 જૂનના રોજ યોગ દિવસ ઉજવવાનું આ છે કારણ, જાણો થીમ
બિહારમાં તાવનો કાળા કેર વચ્ચે ગાયબ છે તેજસ્વી, RJD નેતા કહે છે વર્લ્ડ કપ જોવા ગયા
એવી જ એક કોમેન્ટમાં પ્રિયંકા ચોપડા ખુબ જ ટ્રોલ કરવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખાખી પેંટ, નિકર સંઘનો અધિકારીક ડ્રેસકોડ રહ્યો છે. પ્રિયંકાની આગામી ફિલ્મ ધ સ્કાઇ ઇઝ પિંકને માર્ગરિટા વીથ સ્ટ્રોનાં નિર્દેશ શોનાલી બોસે અભિનીત કર્યો છે. ફિલ્મમાં તે દિલ ધડકને દો બાદ ફરી એકવાર ફરહાન અખ્તર સાથે જોવા મળશે. જાયરા વસીમ ફિલ્માં તેની પુત્રિની ભુમિકા નિભાવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે