Home> Entertainment
Advertisement
Prev
Next

'દેસી ગર્લ'એ સલમાન ખાનને આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, કારણ બોયફ્રેન્ડ નિક!

એક લાંબા સમય બાદ પ્રિયંકા ચોપરા અને સલમાન ખાન સાથે કામ કરવા જઈ રહ્યાં હતાં. જ્યારથી આ ખુલાસો થયો ત્યારથી બંનેના ચાહકો આતુરતાપૂર્વક ફિલ્મની રાહ જોઈ રહ્યાં હતાં.

'દેસી ગર્લ'એ સલમાન ખાનને આપ્યો જબરદસ્ત મોટો ઝટકો, કારણ બોયફ્રેન્ડ નિક!

મુંબઈ: એક લાંબા સમય બાદ પ્રિયંકા ચોપરા અને સલમાન ખાન સાથે કામ કરવા જઈ રહ્યાં હતાં. જ્યારથી આ ખુલાસો થયો ત્યારથી બંનેના ચાહકો આતુરતાપૂર્વક ફિલ્મની રાહ જોઈ રહ્યાં હતાં. પરંતુ હવે અફસોસની વાત છે કે પ્રિયંકા સલમાન ખાન સાથે 'ભારત' ફિલ્મમાં કામ કરવાની નથી. તેણે ફિલ્મ છોડી છે. બોલિવૂડ લાઈફના રિપોર્ટ મુજબ પ્રિયંકાએ આ ફિલ્મમાં કામ કરવાની ના પાડી દીધી છે અને તેની પાછળનું કારણ તેનો બોયફ્રેન્ડ હોવાનું કહેવાય છે. 

fallbacks

હકીકતમાં બોયફ્રેન્ડ નિકના કારણે દેસી ગર્લ આ પ્રોજેક્ટ કરવા માંગતી નથી કારણ કે અહેવાલો મુજબ તે બહુ જલદી નિક જોનસ સાથે પોતાનું ઘર વસાવવા જઈ રહી છે. સૂત્રોના જણાવ્યાં મુજબ પ્રિયંકાએ આ ફેસલો શુટિંગ શરૂ થતા પહલા લીધો જેને સાંભળીને સલમાન ખાન પણ સ્તબ્ધ થઈ ગયો. અત્રે જણાવવાનું કે પ્રિયંકા ચોપરા ફિલ્મ 'ભારત'ની સાથે સાથે ફરહાન અખ્તરની 'ધ સ્કાય ઈઝ પિંક' નામની ફિલ્મ પણ શરૂ કરવાની હતી. જો પ્રિયંકાએ ખરેખર સલમાન ખાનની ફિલ્મ છોડી હશે તો તેની અસર તેના અને સલમાન ખાનના સંબંધ ઉપર પણ પડી શકે છે. 

fallbacks

અત્રે જણાવવાનું કે સલમાન ખાન અને પ્રિયંકા ચોપરા આ અગાઉ 'મુજસે શાદી કરોગી' ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતાં. આ ઉપરાંત 'સલામ એ ઈશ્ક', 'ગોડ તુસી ગ્રેટ હો' ફિલ્મોમાં પણ સાથે કામ કરી ચૂક્યા છે. સલમાન ખાને તો 'ભારત'નું શુટિંગ પણ શરૂ કરી દીધુ છે. જ્યારે પ્રિયંકા ફિલ્મનું શુટિંગ આગામી મહિનાથી શરૂ કરવાની હતી. ડાઈરેક્ટર અલી અબ્બાસ ઝફરની ભારત એક કોરિયન ફિલ્મ 'એન ઓડ ટુ માય ફાધર'ની ઓફિશિયલ હિંદી રિમેક છે. 

આ ફિલ્મમાં સલમાન ખાનની ભૂમિકાના માધ્યમથી આઝાદ ભારતની અત્યાર સુધીની સફર દર્શાવવામાં આવશે. અલી અબ્બાસ ઝફર લાંબા સમયથી આ ફિલ્મની તૈયારી કરી રહ્યાં હતાં. હવે જોવાનું એ રહેશે કે પ્રિયંકાએ કરેલા આ નિર્ણય બાદ ફિલ્મ પર તેની શું અસર પડશે?

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More