Home> Entertainment
Advertisement
Prev
Next

દિવાળીના દિવસે પ્રિયંકાએ પહેરેલા ડ્રેસની કિંમત જાણીને લાગશે મોટો આંચકો

પ્રિયંકાએ દિવાળીના દિવસે પીળા રંગનો ટ્રેડિશનલ ડ્રેસ પહેર્યો હતો

દિવાળીના દિવસે પ્રિયંકાએ પહેરેલા ડ્રેસની કિંમત જાણીને લાગશે મોટો આંચકો

મુંબઈ : બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપડાએ  હાલમાં મુંબઈ ખાતેના પોતાના ઘરે દિવાળીનુ્ં સેલિબ્રેશન કર્યું હતું. પ્રિયંકાએ આ સેલિબ્રેશનની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી હતી. આ તસવીરોમાં પ્રિયંકાએ પહેરેલો પીળા રંગનો ટ્રેડિશનલ ડ્રેસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. 

fallbacks

મળતા સમાચાર પ્રમાણે પ્રિયંકાના આ ડ્રેસની કિંમત 1,20,000/- રૂ. છે અને એને અનિતા ડોંગરેએ ડિઝાઇન કર્યો છે. આટલો મોંઘો ડ્રેસ ખરીદવાનું તો સામાન્ય વ્યક્તિ સપનામાં પણ ન વિચારી શકે. 

 બોલિવૂડ-હોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા જલદી ફેમસ સિંગર નિક જોનસ સાથે લગ્ન કરવા જઈ રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રિયંકા અને નિકના લગ્ન 2 ડિસેમ્બરે જોધપુરમાં થશે. આ લગ્નની તૈયારી શરૂ થઈ ગઈ છે. ગત અઠવાડિયે ન્યૂયોર્કમાં પ્રિયંકાનું બ્રાઈડલ શાવર થયું જેમાં કેલી રિપો અને લ્યૂપિતા ન્યોંગો જેવા હોલિવૂડ સેલિબ્રિટી હાજર રહ્યા હતા. આ પછી એમ્સટડમમાં યૉટ પર પ્રિયંકાની બેચલર પાર્ટી થઈ જેમાં સોફી ટર્નર, સૃષ્ટિ બહલ આર્યા, તમન્ના દત્ત, નતાશા પાલ, ચંચલ ડિસૂઝા અને ડૈના સપનિક જેવી ખાસ ફ્રેન્ડ જોવા મળી.

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More