Home> Entertainment
Advertisement
Prev
Next

Netflix પર પ્રિયંકાની એન્ટ્રી, આયોજન છે જબરદસ્ત 

દેસી ગર્લ પ્રિયંકા ચોપડાની હોલિવૂડ ફિલ્મ 'ઇઝન્ટ ઇટ રોમેન્ટિક' ભારતના થિયેટરમાં રિલીઝ થવાના બદલે નેટફ્લિક્સ પર રિલીઝ થશે

Netflix પર પ્રિયંકાની એન્ટ્રી, આયોજન છે જબરદસ્ત 

નવી દિલ્હી : દેસી ગર્લ પ્રિયંકા ચોપડાની હોલિવૂડ ફિલ્મ 'ઇઝન્ટ ઇટ રોમેન્ટિક' ભારતના થિયેટરમાં રિલીઝ થવાના બદલે નેટફ્લિક્સ પર રિલીઝ થશે. એક નિવેદન પ્રમાણે આ રોમેન્ટિક કોમેડીમાં રેબેલ વિલ્સન, લિએમ હેમ્સવર્થ અને એડમ ડિવાઇન મુખ્ય ભુમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મનું પ્રીમિયર 28 ફેબ્રુઆરીએ ભારતમાં યોજાશે. 

fallbacks

'ઇઝન્ટ ઇટ રોમેન્ટિક' ન્યૂયોર્કની એક આર્કિટેક્ટ નતાલી (વિલ્સન)ની સ્ટોરી છે. તે પોતાનું કામ હાઇલાઇટ થાય એ માટે આકરી મહેનત કરી રહી છે. પ્રિયંકા આ ફિલ્મમાં યોગ રાજદુતનો રોલ કરી રહી છે. હાલમાં આ ફિલ્મના પ્રમોશન માટે 'ધ અલેન ડેજેનેરેસ શો' પર પહોંચેલી પ્રિયંકાએ કહ્યું કે આ ફિલ્મમાં કામ કરતી વખતે મને બહુ મજા આવી. 

આ બનશે અનિલ કપૂરનો લેટેસ્ટ જમાઈ, સોનમે ખોલી નાખ્યો નાની બહેનની લવસ્ટોરીનો ચિઠ્ઠો

પ્રિયંકાએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે આ એક બહુ સરસ ફિલ્મ હતી અને મને રેબેલ બહુ ગમે છે. તે પહેલીવાર ફિલ્મનું નિર્માણ કરી રહી છે એટલે અનુભવ પણ અનોખો રહ્યો. હું તેને સમર્થન આપવા માટે કંઈ પણ કરીશ. 

બોલિવૂડના સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More