Home> Entertainment
Advertisement
Prev
Next

Pushpa The Rise માં સામંથાના બોલ્ડ અને હિટ સોન્ગ બાદ હવે Pushpa 2 માં દિશા પાથરશે પોતાનો જાદૂ

સામંથા રૂથ પ્રભુએ ફિલ્મ પુષ્પા ધ રાઇઝમાં અલ્લૂ અર્જુન સાથે એક હોટ અને બોલ્ડ ડાન્સ આઇટમ સોન્ગ સો અંતાવા આપ્યું હતું. ગીતમાં સામંથાના બોલ્ડ અંદાજથી ફેન્સ આશ્વર્ય પામવાની સાથે સાથે ખુશ પણ થયા હતા. આ ગીતને ઘણો બધો સારો રિસ્પોન્સ પણ મળ્યો હતો.

Pushpa The Rise માં સામંથાના બોલ્ડ અને હિટ સોન્ગ બાદ હવે Pushpa 2 માં દિશા પાથરશે પોતાનો જાદૂ

નવી દિલ્હી: સામંથા રૂથ પ્રભુએ ફિલ્મ પુષ્પા ધ રાઇઝમાં અલ્લૂ અર્જુન સાથે એક હોટ અને બોલ્ડ ડાન્સ આઇટમ સોન્ગ સો અંતાવા આપ્યું હતું. ગીતમાં સામંથાના બોલ્ડ અંદાજથી ફેન્સ આશ્વર્ય પામવાની સાથે સાથે ખુશ પણ થયા હતા. આ ગીતને ઘણો બધો સારો રિસ્પોન્સ પણ મળ્યો હતો. આ ગીત બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું હતું કે બની શકે કે ફિલ્મ પુષ્પાના બીજા પાર્ટમાં પુષ્પા ધ રૂલમાં પણ સામંથાનો કોઇ બીજો ડાન્સ નંબર જોવા મળે. પરંતુ કદાચ એવું નહી થાય. જી હા સામંથા સિવાય બીજી કોઇ અભિનેત્રી હવે પોતાના ડાન્સનો જલવો બતાવવાની છે. 

fallbacks

જોકે કોઇમોઇ ડોટ કોમના અહેવાલ મુજબ સામંથાની જગ્યાએ બોલીવુડ અભિનેત્રી દિશા પટણી પુષ્પા ધ રૂલમાં પોતાનો જાદૂ પાથરશે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે ડાયરેક્ટર સુકુમારે પુષ્પા 2 માં આ બદલાવનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઇએ કે આ પહેલાં પાર્તની રિલીઝ દરમિયાન એવું કહેવામાં આવી રહ્યું હતું કે દિશા તેમાં આઇટમ સોન્ગ આપશે. પરંતુ ત્યારે દિશાની જગ્યાએ સામંથા જોવા મળી હતી અને હવે લાગે છે કે પાકુ દિશા બીજા પાર્ટમાં જોવા મળશે. 

કેમેરાને જોતાં જ ગંદા ઇશારા કરવા લાગી દીપિકા, હાથમાં સિગરેટ સાથે જોવા મળ્યો શાહરૂખ

તાજેતરમાં જ સામંથાએ પોતાના ગીતને મળશે જોરદાર રિસ્પોન્સ પર કહ્યું 'મને જે તમારા બધાનો પ્રેમ મળ્યો છે તેને હું એક્સપ્લેન ન કરી શકું. મને લાગતું ન હતું કે ઓ અંતાવા ગીતને આટલો જોરદાર રિસ્પોન્સ મળશે. તેમણે આગળ કહ્યું કે ફક્ત તેલુગુ દર્શક જ નહી, આખા દેશના બાકી લોકો પણ મારી બાકી ફિલ્મોને ભૂલી ગયા હતા, પરંતુ ઓ અંતાવા દ્વારા હવે તેમને મને ઓળખ મળી છે.  

તો બીજી તરફ પહેલાં સામંથાએ જણાવ્યું હતું કે પહેલાં તે આઇટમ સોન્ગ કરવા માંગતી ન હતી, પરંતુ પછી અલ્લૂ અર્જુન અને ડાયરેક્ટર સુકુમારના સમજાવ્યા પછી તેમણે તેન કરવાની હા પાડી. ગીતને આટલી સક્સેસ મળ્યા બાદ સામંથાએ તેની ક્રેડિટ અલ્લૂ અર્જુન અને સુકુમારને આપી હતી. એવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે સામંથાએ આ 3 મિનિટના ગીત માટે 5 કરોડ રૂપિયા ચાર્જ કર્યા હતા. 

સામંથાની અપકમિંગ ફિલ્મો
સામંથા પાસે હવે 3 ફિલ્મો રિલીઝ થવા માટે તૈયાર છે જેમાં Kaathuvaakula Rendu Kaadhal, શાકુંતલમ અને યશોદામાં જોવા મળશે. થોડા દિવસો પહેલાં શાકુંતલમ ફિલ્મમાંથી સામંથાનો પ્રથમ લુક રિલીઝ થયો હતો અને જેને ખૂબ રિસ્પોન્સ મળી રહ્યો હતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More