નવી દિલ્હી: સાઉથ સિનેમાના સુપરસ્ટાર અને દેશભરના પ્રિય બાહુબલી સ્ટાર પ્રભાસે (Prabhas) આજે વેલેન્ટાઈન ડે (Valentine's Day) પર તેના ફેન્સને જોરદાર સરપ્રાઈઝ આપી છે. પ્રભાસે રવિવાર સવારે તેની મોસ્ટ અવેટેડ ફિલ્મ રાધે શ્યામનું (Radhe Shyam) એક નવું ટિઝર રિલીઝ કર્યું છે. જેની સાથે તેણે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરી છે.
રિલીઝ થતા જ ચર્ચામાં આવ્યું ટિઝર
ફિલ્મ રાધે શ્યામના (Radhe Shyam Teaser) આ નવા ટિઝરમાં પ્રભાસ એક પ્રેમમાં પાગલ છોકરા તરીકે જોવા મળી રહ્યો છે. ટિઝર એટલું રોમેન્ટિક છે કે રિલીઝ બાદ થોડા સમયમાં જ 480,685 વખત જોવામાં આવ્યું છે. આ ટિઝર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. જુઓ આ ટિઝર...
રોમિયો તરીકે પ્રભાસ નહીં મરે!
આ ટિઝર જોઈને ફિલ્મ 'રાધે શ્યામ'ની સ્ટોરીનો પણ અંદાજ લગાવી શકાય છે. ફિલ્મના નાના ટિઝરથી લોકોના દિલમાં પ્રેમનો અહેસાસ જાગૃત થઈ રહ્યો છે. રેલવે સ્ટેશનમાં ઇટાલિયનમાં પહેલા પ્રભાસ તેની ગર્લફ્રેન્ડ પૂજા હેગડેને કંઇક કહેતો નજરે પડે છે. ત્યારબાદ બંને એક ડાયલોગ બોલતા પણ જોવા મળે છે. જેમાં પૂજા હેગડે પ્રભાસને કહે છે કે 'શું તમે પોતાને રોમિયો માનો છો', તેના પર પ્રભાસ કહે છે, 'ના, તેણે પ્રેમ માટે જીવ આપ્યો હતો, હું તે પ્રકારનો નથી'.
આ પણ વાંચો:- Game Of Thrones ની અભિનેત્રીના પગ બાંધીને ઇલેક્ટ્રિક એડલ્ટ ટોપ વડે કર્યું યૌન શોષણ
ક્યારે થશે રિલીઝ
ટિઝરની સાથે ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી છે. વીડિયોના અંતમાં મેકર્સે જણાવ્યું છે કે, આ રોમેન્ટિક ફિલ્મ માટે હજુ કેટલો સમય રાહ જોવી પડશે. પ્રભાસ અને પૂજા હેગડેની આ મોસ્ટ અવેટેડ બિગ બજેટ ફિલ્મ આ વર્ષે 30 જુલાઈના સિનેમા ઘરોમાં રિલીઝ થશે.
આ પણ વાંચો:- બીજીવાર લગ્ન કરવા જઈ રહી છે Dia Mirza, આ બિઝનેસમેન સાથે લેશે સાત ફેરા
પીરિયડ રોમેન્ટિક-ડ્રામા ફિલ્મ
ઉલ્લેખનીય છે કે, ફિલ્મ રાધે શ્યામ એક પીરિયડ રોમેન્ટિક ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મને હિન્દી, અંગ્રેજી અને તેલુગૂમાં એક સાથે રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનું નિર્દેશન રાધા કૃષ્ણ કુમાર કરી રહ્યા છે. જ્યારે તેના નિર્માતાઓમાં વામસી કૃષ્ણા રેડ્ડી, પ્રમોદ ઉપ્પલપતિ અને ભૂષણ કુમાર સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે