Radhika Merchant Anant Ambani Engagement: અંબાણી પરિવાર પહેલાંથી જ પોતાની પારિવારિક પરંપરા અને સાંસ્કૃતિક વારસાના જતન માટે જાણીતો છે. જોકે, બદલાતા સમયની સાથે એમના સેલિબ્રેશનમાં પણ બદલાવ આવ્યો છે. હવે સસરાંની સામે ઉભી રહીને પણ તમને વહુ ડાન્સ કરતી જોવા મળે છે. કારણકે, અહીં વહુને પણ દીકરીની જેમ જ રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છેકે, થોડા સમય પહેલા અંબાણી પરિવારના નાના પુત્ર અનંત અંબાણી અને તેની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટના રોકા જાહેર કરવામાં આવ્યા હતા. રાજસ્થાનના નાથદ્વારામાં રોકા પછી, પરિવારે મુંબઈમાં તેમના ઘરે એક ભવ્ય પાર્ટી આપી હતી, જેમાં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી. ત્યારે હવે, નાથદ્વારામાં થયેલી સગાઈ પહેલાની મહેંદીની તસવીરો સામે આવી છે, જેમાં રાધિકા મર્ચન્ટની સુંદરતાના ખૂબ વખાણ થઈ રહ્યા છે...
હાલમાં જ મુકેશ અંબાણી-નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીએ રાજસ્થાનના નાથદ્વારામાં તેની ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે સગાઈ કરી છે. આ પ્રસંગે બંનેના પરિવારજનો તેમને આશીર્વાદ આપવા સામેલ થયા હતા. રાધિકા મર્ચન્ટની આ તસવીરો સગાઈ પહેલા થયેલા મહેંદી વિધિની છે. જેમાં રાધિકા ગુલાબી લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ફોટામાં રાધિકા મર્ચન્ટના હાથોમાં મહેંદી લગાવવામાં આવી નથી પરંતુ તે તેના રોકાને લઈને ખૂબ જ ખુશ દેખાઈ રહી છે.
આ ફોટામાં તમે રાધિકાના સુંદર લહેંગા વર્ક, તેના ઘરેણાં અને તેના મહેંદી ફંક્શનની સજાવટ જોઈ શકો છો. આ ફોટોમાં પણ રાધિકા ખૂબ જ સારી લાગી રહી છે. આ ફોટોમાં તમે જોઈ શકો છો કે રાધિકા મર્ચન્ટે હાથ પર મહેંદી લગાવી છે અને તે ખૂબ જ ખુશ દેખાઈ રહી છે. તમને જણાવી દઈએ કે રાધિકાનો એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે આલિયા ભટ્ટના ગીત 'ઘર મોર પરદેશિયા' પર સુંદર ડાન્સ કર્યો છે.
પ્રથમ ફોટામાં, રાધિકા મર્ચન્ટ તેમની માતા સાથે ઉભી છે અને બંનેએ એક સરખા જ કપડા પહેર્યા છે. બીજા ફોટોમાં રાધિકા તેની બહેન સાથે છે, જે પ્રેગ્નન્ટ છે - ફોટોમાં રાધિકા તેની બહેનના બેબી બમ્પને કિસ કરતી દેખાઈ રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે