Home> Entertainment
Advertisement
Prev
Next

Film Industry: નામ બોલો એ એક્ટ્રેસનો ન્યૂડ વીડિયો મળે... આ અભિનેત્રીના અનુભવ વિશે જાણી તમારું લોહી પણ ઉકળી જશે

Film Industry: હેમા સમિતિનો રિપોર્ટ જ્યારથી જાહેર થયો છે ત્યારથી અનેક અભિનેત્રીઓ મલયાલમ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં થયેલા તેમના અનુભવો વિશે ખુલીને વાત કરવા લાગી છે. કેટલીક અભિનેત્રીઓએ પોતાની સાથે થયેલા યૌન ઉત્પીડનના અનુભવો પણ શેર કર્યા છે જેમાં તમિલ અભિનેત્રી રાધિકા સરતકુમારે પણ મોટો ખુલાસો કર્યો છે.

Film Industry: નામ બોલો એ એક્ટ્રેસનો ન્યૂડ વીડિયો મળે... આ અભિનેત્રીના અનુભવ વિશે જાણી તમારું લોહી પણ ઉકળી જશે

Film Industry: જસ્ટિસ હેમા કમિટિની રિપોર્ટ સામે આવ્યા બાદ ઘણી સાઉથ અભિનેત્રીઓએ મલયામલ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં થયેલા યૌન શોષણના અનુભવો ખુલીને શેર કર્યા છે. સ્થિતિ એવી છે કે હાલ રોજ નવો કેસ સામે આવી રહ્યો છે. ચોંકાવનારી વાત એ છે કે માત્ર અભિનેત્રીઓ જ નહીં મેલ એક્ટર્સ પણ આ લિસ્ટમાં સામેલ છે. આ લિસ્ટમાં હવે ઋષિ કપૂર સાથે કામ કરનાર અભિનેત્રીનું નામ પણ જોડાયું છે. ફિલ્મ નસીબ અપના અપનામાં કામ કરનાર તમિલ અભિનેત્રી રાધિકા સરથકુમારે પણ પોતાનો અનુભવ શેર કર્યો છે.

fallbacks

આ પણ વાંચો: વનરાજનું પાત્ર ભજવતા સુધાંશુ પાંડેએ છોડ્યો અનુપમા શો, 4 વર્ષ પછી આ કારણે છોડ્યો શો

તેમણે કહ્યું હતું કે કેરળમાં એક પ્રોજેક્ટ દરમિયાન તેને ખબર પડી હતી કે તેની વેનિટી વૈનમાં હિડન કેમેરા રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે ક્રૂના મેમ્બર મહિલાઓ જ્યારે વેનમાં કપડા બદલતી ત્યારે તેના વીડિયો રેકોર્ડ કરતા અને તેનો ડેટા જમા કરતા. એટલું જ નહીં સેટ પર કેટલાક લોકો ફોન પર યુવતીઓના ન્યૂડ વીડિયો જોતા પકડાયા પણ હતા. આ વાત સામે આવી ત્યારે ખબર પડી કે વેનિટીમાં કેમેરા રાખી યુવતીઓના વીડિયો રેકોર્ડ કરવામાં આવે છે. 

આ પણ વાંચો: 'વીરાના' કરતા વધુ ભયંકર હશે રામસે બ્રધર્સની આ વેબ સિરીઝ, જાણો કયા થશે રિલીઝ

રાધિકાએ એક મુલાકાત દરમિયાન આ ઘટના વિશે વિસ્તારથી જણાવ્યું હતું. તેણે કહ્યું કે કેરળમાં જ્યારે તે સેટ પર હતી તો કેટલાક લોકો એકઠા થઈ કંઈ જોઈ રહ્યા હતા અને હસી રહ્યા હતા. તેણે નજીક જઈને જોયું તો ખબર પડી કે લોકો કોઈ વીડિયો જોઈ રહ્યા છે. ત્યારબાદ તેણે ત્યાં હાજર ક્રૂ મેમ્બરને પુછ્યું કે લોકો શું જોઈ રહ્યા છે. તો તે ક્રૂ મેમ્બરે જણાવ્યું કે વેનિટી વેનમાં કેમેરા લાગેલા છે. જ્યારે પણ કોઈ અભિનેત્રી કે મહિલા ક્રૂ કપડા બદલે છે તો તેનો વીડિયો રેકોર્ડ થઈ જાય છે. પછી લોકો તેને જોતા હોય છે. આ વાત જાણ્યા પછી રાધિકાને વેનીટિમાં પગ મુકવામાં પણ ડર લાગવા લાગ્યો. 

આ પણ વાંચો: ઘર બેઠા OTT પર જોવી છે સ્ત્રી 2 ફિલ્મ ? તો જાણી લો ક્યાં અને ક્યારે થઈ રહી છે રિલીઝ

તાજેતરમાં મલયાલમ ફિલ્મ ઈંડસ્ટ્રી ચર્ચામાં છે. અહીં અનેક અભિનેત્રીઓએ યૌન ઉત્પીડનના પોતાના અનુભવો શેર કર્યા છે. જેમાં સીપીઆઈ વિધાયક અને એક્ટર મુકેશ, એક્ટર જયસૂર્યા અને એડાવેલા બાબૂ સાથે મલયાલમ ફિલ્મ ડાયરેક્ટર રંજીત વિરુદ્ધ યૌન અને મૌખિક હુમલાની ફરિયાદો સામેલ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More