Raghav-Parineeti Viral Video: બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડાએ 13 મે 2023 ના રોજ દિલ્હીમાં આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી છે. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપડાની સગાઈના ફોટા અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યાં છે. આવો જ એક સુંદર ઈનસાઈડ વીડિયો સામે આવ્યો છે જેમાં ગાયક મીકા સિંહ બંનેની સગાઈમાં પરફોર્મ કરી રહ્યો છે અને પરિણીતી અને રાઘવ ચઢ્ઢા તેના ગીત પર ડાન્સ કરી રહ્યા છે.
આ પણ વાંચો:
પરિણીતી અને રાઘવની Engagement Rings છે ખૂબ જ ખાસ, કિંમત જાણી આંખો થઈ જશે ચાર
Raghav Kiss Parineeti: રાઘવ ચઢ્ઢાએ મહેમાનોની સામે કરી પરિણીતીને Kiss, વીડિયો વાયરલ
Parineeti- Raghav: રાઘવ ચડ્ઢા અને પરિણીતિ ચોપડાએ કરી લીધી સગાઈ, જુઓ તસવીરો
આ વીડિયોમાં જોઈ શકાય છે કે પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા સ્ટેજ પર છે અને ગાયક મીકા સિંહ તેમની બાજુમાં ઊભી પરફોર્મ કરી રહ્યો છે. આ વિડીયોમાં મીકા સિંહ સોનમ કપૂરની ફિલ્મ 'આયશા'નું ગીત 'ગલ મીઠી મીઠી બોલ' ગાઈ રહ્યો છે અને રાઘવ અને પરિણીતી તેના પર ડાન્સ કરી રહ્યાં છે.
પરિણીતી-રાઘવનીનો વીડિયો
આ વીડિયોમાં પરિણીતી અને રાઘવ એકબીજા સાથે સુંદર દેખાઈ રહ્યા છે. ગીતમાં જ્યારે ડોલી લે આવા... લાઈન આવે છે ત્યારે રાઘવ ચઢ્ઢા પરિણીતી તરફ જોઈને ઈશારો કરીને કહે છે કે તે તેના માટે એક ડોલી લઈને આવશે.
પરિણીતી ચોપરાએ તેની સગાઈ માટે ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઈન કરેલો સૂટ પહેર્યો હતો અને રાઘવ ચઢ્ઢા તેના મામા અને ડિઝાઈનર પવન સચદેવાના ડિઝાઇન કરેલા આઉટફીટ પહેર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે