Home> Entertainment
Advertisement
Prev
Next

રાઘવ ચઢ્ઢાએ પરિણીતી સાથે લગ્નની વાત કરી કંફર્મ, લગ્નમાં મીડિયાને નહીં હોય ઈન્વીટેશન

Raghav-Parineeti wedding: પરિણીતી સાથે લગ્નની ચર્ચાઓનું કન્ફર્મેશન રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં જ આપી દીધું છે. પરિણીતી ચોપડા અને રાઘવ જ્યારે દિલ્હી પહોંચ્યા ત્યારે મીડિયા સાથે વાત કરતી વખતે રાઘવ ચઢાએ કન્ફર્મ કરી દીધું છે કે તે પરણીતી ચોપડા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. 

રાઘવ ચઢ્ઢાએ પરિણીતી સાથે લગ્નની વાત કરી કંફર્મ, લગ્નમાં મીડિયાને નહીં હોય ઈન્વીટેશન

Raghav-Parineeti wedding: પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢા લગ્ન કરવા જઈ રહ્યા છે તે વાત ચર્ચામાં તો ઘણા સમયથી છે. રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપડાએ અત્યાર સુધીમાં જાહેરમાં આ વાત સ્વીકારી નથી પરંતુ છેલ્લા કેટલાક સમયથી જે રીતે તેઓ એકબીજાની સાથે સમય પસાર કરતા જોવા મળે છે તેને લઈને લગ્નની ચર્ચાઓ જોરશોરથી થવા લાગી હતી. પરંતુ આ ચર્ચાઓનું કન્ફર્મેશન રાઘવ ચઢ્ઢાએ તાજેતરમાં જ આપી દીધું છે. પરિણીતી ચોપડા અને રાઘવ દિલ્હી પહોંચ્યા ત્યારે મીડિયા સાથે વાત કરતી વખતે રાઘવ ચઢાએ કન્ફર્મ કરી દીધું છે કે તે પરણીતી ચોપડા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. 

fallbacks

આ પણ વાંચો: 

પ્રિયંકા ચોપરાએ પહેલીવાર સંભળાવ્યો દીકરી માલતીનો અવાજ, શેર કર્યો સુંદર વીડિયો

15 વર્ષ પહેલા થઈ હતી Parineeti-Raghav ની પહેલી મુલાકાત, આ રીતે શરુ થઈ Love Story

ફિલ્મોની રિલીઝ ડેટમાં મોટા ફેરફાર, જવાન, ફુકરે 3 સહિત આ ફિલ્મોની બદલી રિલઝ ડેટ

પરિણીતી અને રાઘવના લગ્ન ક્યારે થશે તે વાત જાહેર કરવામાં આવી નથી પરંતુ ચર્ચા છે કે તેઓ આ સપ્તાહમાં સગાઈ કરશે. સગાઈ માટેનું મુહૂર્ત શનિવારનું છે. પરિવારના સભ્યો અને નજીકના લોકોની હાજરીમાં દિલ્હીમાં સગાઈ થશે. તેવામાં રાઘવ અને પરિણીતી દિલ્હી એરપોર્ટ પર સાથે પહોંચ્યા હતા. જ્યારે આ કપલ એરપોર્ટ પર પહોંચ્યું ત્યારે મીડિયા સાથે તેનો સામનો થયો અને લોકો તેમને લગ્ન અંગે પ્રશ્ન પૂછવા લાગ્યા. લગ્નના પ્રશ્નો પર પરિણીતી તો શરમાઈને કંઈ પણ બોલવાનું ટાળી રહી હતી પરંતુ રાઘવ ચઢ્ઢાને જ્યારે પૂછવામાં આવ્યું કે લગ્નમાં મીડિયા ને બોલાવશો કે નહીં ? ત્યારે રાઘવે હસતા હસતા કહી દીધું કે લગ્નમાં મીડિયા ને ઇન્વિટેશન નહીં હોય.

એટલે કે રાઘવ ચઢ્ઢાએ વાત વાતમાં એ વાત તો કન્ફર્મ કરી દીધી કે તેઓ લગ્ન કરવાના છે. જોકે લગ્ન ક્યારે થશે તે અંગે હજુ પણ સસ્પેન્સ છે. જોકે ચર્ચાઓ એવી છે કે બંને ઓક્ટોબરમાં લગ્ન કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More