Raghav Chadha Parineeti Chopra kissing video: બોલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપડા ઘણા સમયથી પોતાના સંબંધોને લઈને ચર્ચામાં હતી. આ ચર્ચાઓનો અંત તેની સગાઈ સાથે આવ્યો છે. પરિણીતી ચોપડાએ આપના યુવા નેતા રાઘવ ચઢ્ઢા સાથે સગાઈ કરી છે. છેલ્લા ઘણા સમયથી બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને 13 મે ના રોજ તેમણે ધામધૂમથી દિલ્હીમાં સગાઈ કરી. સગાઈ પછી બંને મીડિયા સામે આવ્યા હતા. ત્યાર પછીથી સતત તેમની સગાઈના ફોટો અને વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેવામાં સોશિયલ મીડિયા પર એક નવો વિડીયો વાયરલ થયો છે જેમાં રાઘવ ચઢ્ઢા સગાઈ દરમિયાન મહેમાનોની વચ્ચે પરિણીતી ચોપડાને કિસ કરે છે. પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢાની રોમેન્ટિક મોમેન્ટ નો વિડીયો લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને સોશિયલ મીડિયા પર તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે
આ પણ વાંચો:
Priyanka Chopra ખોલી બોલીવુડની વધુ એક પોલ કહ્યું, આ વસ્તુની પણ થાય છે અહીં ડિમાંડ
લગ્ન વિના માતા બનવા જઈ રહેલી અભિનેત્રી Ileana D'cruz એ ફ્લોન્ટ કર્યું બેબી બંપ
Parineeti- Raghav: રાઘવ ચડ્ઢા અને પરિણીતિ ચોપડાએ કરી લીધી સગાઈ, જુઓ તસવીરો
પરિણીતી ચોપડા અને રાઘવ ચઢ્ઢાના વાયરલ વીડિયોમાં બંને સગાઈના આઉટ ફીટમાં જોવા મળે છે. આ એક ઇન્સાઇડ વિડિયો છે જેમાં મહેમાનો પણ જોવા મળે છે અને પરિણીતી પોતાના પતિને પકડીને ઉભી છે. બેગ્રાઉન્ડમાં ખૂબ જ રોમેન્ટિક ગીત વાગી રહ્યું છે.
સગાઈમાં પરિણીતી ચોપડાની ફિલ્મ કેસરીનું ગીત વે માહી ચાલી રહ્યું છે. આ ગીતને પરિણીતી ચોપડા પણ સાથે ગાતી જોવા મળે છે અને રાઘવ ચઢ્ઢાને ડેડીકેટ કરે છે. પરિણીતીની ખુશી અને તેના એક્સપ્રેશન જોઈને રાઘવ ચઢ્ઢા પણ પરિણીતીને ગાલ ઉપર કિસ કરે છે. ત્યાર પછી રાઘવ ચઢ્ઢા પરિણીતીને પોતાની બાંહોમાં ભરી લે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે