નવી દિલ્લીઃ બોલીવુડની હોટ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રા હાલ કાયદાકિય સકંજામાં ફસાયા છે. પોર્ન ફિલ્મો બનાવવાના કેસમાં રાજ કુંદ્રા પર કેસ ચાલી રહ્યો છે. તેને કારણે શિલ્પા શેટ્ટી હાલ ખુબ જ દુઃખી છે. એક તરફ પોતાના પર દુઃખનો પહાળ પડ્યો છે ત્યાં બીજી તરફ તેની બહેન જાહેરમાં ઠુમકા લગાવી રહી છે. અભિનેત્રી શમિતા શેટ્ટી હાલ ખૂબ જ સમાચારોમાં છે. રાજ કુંદ્રાની ધરપકડ બાદ જ સતત ખબરોમાં છે. હવે તેણે બિગ બૉસ ઓટીટી (Bigg Boss OTT) માં એન્ટ્રી લીધી છે. શમિતા (Shamita Shetty) ની બિગ બૉસમાં એન્ટ્રીથી ઘરમાં ધમાલ છે.
શમિતાની ધાંસૂ એન્ટ્રી:
બોલીવુડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટી (Shamita Shetty) ટીવીના સૌથી પૉપ્યુલર રિયાલિટી શો બિગ બૉસ ઓટીટી (Bigg Boss OTT) નો ભાગ બની ચુકી છે. તેણ શોના ગ્રાન્ડ પ્રીમિયરમાં કન્ટેસ્ટન્ટ બનીને એન્ટ્રી લીધી. શમિતાએ ધમાકેદાર અંદાજમાં શોમાં એન્ટ્રી કરી અને તેણે શરારા શરારા ગીત પર જબરદસ્ત ડાન્સ કરીને સૌના દિલ જીતી લીધા.
કરણ અને મલાઈકાનો ડાન્સ:
બિગ બૉસ ઓટીટી (Bigg Boss OTT) ને કરણ જોહર (Karan Johar) હોસ્ટ કરી રહ્યા છે. શોની શરૂઆત કરણ જોહરના જબરદસ્ત પર્ફોર્મન્સથી થઈ. એટલું જ નહીં, મલાઈકા અરોરા (Malaika Arora) એ પણ પોતાના ઠુમકાથી પ્રીમિયરમાં ચાર ચાંદ લગાવી દીધા. પરમ સુંદરની બનીને તેણે રંગ જમાવ્યો. બિગ બૉસ (Bigg Boss)આ વખતે ઓટીટી પ્લેટફોર્મ એટલે કે વૂટ પર આવી રહ્યું છે. જેના 6 અઠવાડિયા બાદ તે ટીવી પર આવશે.
Car Insurance કરાવતા પહેલાં આટલી બાબતોનું રાખો ખાસ ધ્યાન, નહીં તો માથે પડશે વીમો!
આ વખતે અલગ છે બિગ બૉસ:
બિગ બૉસ (Bigg Boss OTT) ઓટીટીની ખાસ વાત એ છે કે એક કલાકના એપિસોડની સિવાય તમે શોના તમામ પ્રતિસ્પ્ધીઓને 24 કલાક લાઈવ જોઈ શકો છો. બિગ બૉસ પહેલીવાર ટીવીથી પહેલા ઓટીટી પર શરૂ કરવામાં આવ્યું છે. જેનું પ્રીમિયર વૂટ સિલેક્ટ પર 8 ઑગસ્ટે રાત્રે 8 વાગ્યે કરવામાં આવ્યું. સોમવાર થી શુક્રવાર શો વૂટ પર સાત વાગ્યે જોઈ શકાય છે. જ્યારે વીકેન્ડ પર શો રાત્રે આઠ વાગ્યે સ્ટ્રીમ કરવામાં આવશે.
(તસવીર સાભારઃ ઈન્સ્ટાગ્રામ)
Sex પછી તરત ને તરત ફરી થાય છે ઈચ્છા? કેમ એકવાર પછી તરત બીજીવાર થાય છે મન? જાણો કારણ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે