કંગના રનૌતે રાજા રઘુવંશી મર્ડર કેસ અંગે પ્રતિક્રિયા આપી
ઈંદોરના રાજા રઘુવંશી મર્ડર ઘટનાએ સમગ્ર દેશમાં સનસનાટી બોલાવી છે. રાજાના લગ્નને એક મહિના જેટલો પણ સમય નહોતો થયો કે તેની પત્ની સોનમે શિલોંગમાં હનીમૂનના નામ પર કોન્ટ્રૈક્ટ કિલર રાખી પતિ રાજાની હત્યા કરી. ત્યારબાદ સોનમ ગાઝીપુરના એક ઢાબા પાસે મળી આવી હતી. હાલ તેની તપાસ કામગીરી હાથ ધરેલ છે. તેવામાં, આ મામલા અંગે બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતની પ્રતિક્રિયા સામે આવી. કંગનાએ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર તેની વાત રજૂ કરી છે.
"એકદમ વાહિયાત અને મૂર્ખતાભર્યુ કાર્ય છે"
કંગના અવારનવાર રાજનૈતિક કે સામાજિક મુદ્દાઓ પર પોતાના મંતવ્ચ રજુ કરે છે. તે પોતાનો સ્ટેન્ડ રાખવામાં પાછળ રહેતી નથી. તેણીએ રાજા રઘુવંશી મર્ડર કેસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, "આ કેટલી બેહુદા વાત છે કે એક છોકરી તેના મા-બાપના ડરના કારણે લગ્નની ના પાડી શક્તી નથી પણ તે જ મહિલા પોતાના પતિને સોપારી આપી તેની ક્રૂર હત્યા કરવાની હિંમત દાખવે છે. જો તેને પતિથી તકલીફ હોય તો છૂટાછેડા લઈ શક્તી હતી અથવા પોતાના લવર સાથે ભાગી જાત પણ તેણીએ જે કર્યુ છે તે એકદમ ધૃણાસ્પદ કાર્ય છે. તેનાથી પણ વધુ, એકદમ ઘટીયા અને મૂર્ખતાભર્યુ કાર્ય છે." વધુમાં તેણીએ કહ્યું, "આ કેસ તો મારા મગજમાં સતત ભમ્યા કરે છે. આપણે ઘણીવાર બેવકૂફ લોકો પર એવું વિચારીને હસતાં હોઈએ છીએ કે તેઓ આપણને કંઈ જ નુકસાન પહોંચાડી શકે નહી. આપણી આ માન્યતા ખોટી છે. આવાં મૂર્ખ લોકો તો સમાજ માટે ખતરારુપ છે. મૂર્ખ અને બુધ્ધિમાન લોકોમાં એ તફાવત છે કે મૂર્ખ લોકોને ખબર જ નથી કે તેઓ શું કરવા જઈ રહ્યા છીએ. જો તમારી આસપાસ આ પ્રકારના લોકો રહેતા હોય તો તેનાથી બચીને જ રહેવું."
સોનમ રઘુવંશીની ધરપકડ
અત્રે ઉલ્લેખનીય છે કે સોનમ અને તેના મિત્રોએ કોઈને શંકા ન જાય તે રીતે ષડયંત્ર રચી સોનમના પતિ રાજા રઘુવંશીની લગ્નના પાંચ દિવસ બાદ હત્યા કરી હતી. રાજાને 16 મેના મારવામાં આવ્યો હતો જ્યારે તેનો મૃતદેહ 2 જૂનના મળ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે