Rajesh Khanna Property: હિન્દી સિનેમામાં કાકા ના હુલામણાં નામથી જાણીતા રાજેશ ખન્નાનો એક દૌર હતો. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પહેલાં સુપરસ્ટાર તરીકેનું બિરુદ રાજેશ ખન્નાને જ મળ્યું હતું. એક બાદ એક સળંગ 15 સુપર ડુપર હિટ ફિલ્મો આપનારા રાજેશ ખન્નાનો એ રેકોર્ડ આજે પણ ઈતિહાસમાં અનેરું સ્થાન ધરાવે છે. ત્યારે આજે વાર કરીએ કાકાના અંગત જીવનની.
રાજેશ ખન્ના ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પહેલા સુપરસ્ટાર હતા. ફિલ્મોથી લઈને અંગત જીવન સુધી રાજેશ ખન્નાએ ઘણી હેડલાઈન્સ બનાવી હતી. રાજેશ ખન્નાનું સ્ટારડમ એક સમયે એવું હતું કે લોકો તેમને તેમના લોહીથી પત્ર લખતા હતા. આટલું જ નહીં, લોકો અભિનેતાના ડ્રેસિંગ અને કપડાંની ખૂબ નકલ કરતા હતા. રાજેશ ખન્નાની લોકપ્રિયતા એટલી હતી કે છોકરીઓ તેમની કારને કિસ કરીને તેને લાલ કરતી હતી. જો કે, રાજેશ ખન્નાના આ દૌરની વચ્ચે જ શરૂ થયો વધુ એક સિતારાનો દૌર. અને એ હતા બોલીવુડમાં એંગ્રી યંગમેન તરીકે જાણીતા અમિતાભ બચ્ચન. અમિતાભ પોતાની સ્ટાઈલ, એક્શન અને અનોખા અંદાજને કારણે રાજેશ ખન્ના કરતા પણ આગળ વધી ગયાં.
રાજેશ ખન્નાને ફિલ્મો મળતી બંધ થઈ ગઈ-
એક જમાનામાં રાજેશ ખન્નાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ટુટી બોલા બોલતા હતા. રાજેશ ખન્ના રોમેન્ટિક હીરો હતા પરંતુ અમિતાભ બચ્ચનના આગમન પછી બધું બદલાઈ ગયું. અમિતાભની એંગ્રી યંગ મેનની ઈમેજ લોકોમાં એટલી લોકપ્રિય થઈ ગઈ કે તેઓ રાતોરાત સુપરસ્ટાર બની ગયા. સમય એ રીતે બદલાયો કે રાજેશ ખન્નાને પણ ફિલ્મો મળતી બંધ થઈ ગઈ. આ દરમિયાન રાજેશ ખન્ના ડિપ્રેશનમાં આવી ગયા અને લોકોને મળવાનું પણ બંધ કરી દીધું. રાજેશ ખન્નાના અંગત જીવન પર પણ કરિયરની અસર પડી અને પત્ની ડિમ્પલે તેમને છોડી દીધા.
મિલકતમાંથી ડિમ્પલને કેમ ન આપી એક ફૂટી કોડી?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર રાજેશ ખન્નાએ પોતાની વસિયતમાં ડિમ્પલને એક પણ પૈસો આપ્યો ન હતો. રાજેશ ખન્નાએ પોતાની તમામ મિલકત બંને દીકરીઓ ટ્વિંકલ ખન્ના અને રિંકી ખન્નાને આપી દીધી હતી. જણાવી દઈએ કે વર્ષ 2012માં રાજેશ ખન્નાનું કેન્સર સામે લડતી વખતે અવસાન થયું હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે