Home> Entertainment
Advertisement
Prev
Next

સૌથી મોંઘી ફિલ્મ 2.0ની રિલીઝ ડેટ ફાઇનલ, રજની-અક્ષય ટકરાશે આમને-સામને

રજનીકાંત-અક્ષય કુમાર સ્ટારર '2.0' સૌથી મોંઘી ફિલ્મ ગણવામાં આવી રહી છે. પરંતુ તેની રિલીઝ ડેટ દર વખતે કોઇને કોઇ કારણોસર આગળ વધતી રહી છે. હવે તેની રિલીઝ ડેટ ફરી એકવાર નક્કી થઇ છે. આ વર્ષે 29 નવેમ્બરના રોજ આ ફિલ્મ રિલીઝ થશે. 

સૌથી મોંઘી ફિલ્મ 2.0ની રિલીઝ ડેટ ફાઇનલ, રજની-અક્ષય ટકરાશે આમને-સામને

મુંબઇ: રજનીકાંત-અક્ષય કુમાર સ્ટારર '2.0' સૌથી મોંઘી ફિલ્મ ગણવામાં આવી રહી છે. પરંતુ તેની રિલીઝ ડેટ દર વખતે કોઇને કોઇ કારણોસર આગળ વધતી રહી છે. હવે તેની રિલીઝ ડેટ ફરી એકવાર નક્કી થઇ છે. આ વર્ષે 29 નવેમ્બરના રોજ આ ફિલ્મ રિલીઝ થશે. 

fallbacks

પહેલાં આ ફિલ્મ એપ્રિલમાં રિલીઝ થવાની હતી. ત્યારબાદ તેની રિલીઝ ડેટ ઓગસ્ટ સુધી વધારી દેવામાં આવી હતી. પરંતુ ઓગસ્ટમાં અક્ષય કુમારની 'ગોલ્ડ' પણ આવવાની છે. ત્યારબાદ સમાચારો આવ્યા કે આ ફિલ્મ 2018માં રિલીઝ નહી થાય. પરંતુ હવે નિર્માતાઓએ તેને નવેમ્બરમાં રિલીઝ કરવાનું નક્કી કર્યું છે. 

'2.0' સૌથી મોંઘી ભારતીય ફિલ્મ છે અને રિલીઝ મોડું થતાં તેનો ખર્ચો પણ વધી રહ્યો છે. દેશની સૌથી મોંઘી ફિલ્મ કહેવાતી '2.0'ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રતીક્ષિત પ્રોજેક્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે. આ ફિલ્મમાં રજનીકાંત ઉપરાંત બોલીવુડ એક્ટર અક્ષય કુમાર પણ નેગેટિવ લીડ રોલમાં છે. સાઇન્સ-ફિક્શન પર બેસ્ડ આ ફિલ્મનું બજેટ લગભગ 400 કરોડ રૂપિયા કહેવામાં આવી રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More