Home> Entertainment
Advertisement
Prev
Next

Rajinikanth નહીં બનાવે રાજકીય પાર્ટી, આ કારણથી નિર્ણય લેવા પર થયા મજબૂર

તમિલનાડુમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth)એ મોટી જાહેરાત કરી છે. રજનીકાંતે મંગળવારના એક નિવેદન જાહેર કર્યું છે. તેમણે ટ્વિટરના માધ્યમથી કહ્યું છે કે, તેઓ કોઈ રાજકીય પાર્ટી બનાવી રહ્યાં નથી

Rajinikanth નહીં બનાવે રાજકીય પાર્ટી, આ કારણથી નિર્ણય લેવા પર થયા મજબૂર

નવી દિલ્હી: તમિલનાડુમાં યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલા સુપરસ્ટાર રજનીકાંત (Rajinikanth)એ મોટી જાહેરાત કરી છે. રજનીકાંતે મંગળવારના એક નિવેદન જાહેર કર્યું છે. તેમણે ટ્વિટરના માધ્યમથી કહ્યું છે કે, તેઓ કોઈ રાજકીય પાર્ટી બનાવી રહ્યાં નથી. જો કે, તમિલનાડુના લોકો માટે તેઓ આગળ કામ કરતા રહેશે.

fallbacks

રજનીકાંતે આપી સ્વાસ્થ્યની જાણકારી
રજનીકાંત (Rajinikanth)એ તેમના નિવેદનમાં કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી તેમની સ્વાસ્થ્ય ખરાબ છે. તેઓ તેને ભગવાનનો ઈશારો માને છે. તેના કારણે તેઓએ રાજકીય પાર્ટી ન બનાવવાનો નિર્ણય કર્યો છે. રજનીકાંતે કહ્યું છે કે તેઓ ઇચ્છતા નથી કે લોકોને એવું લાગે કે તેમને બલિનો બકરો બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો:- Ankita Lokhandeએ ટ્રોલર્સને આપ્યો જવાબ, કહ્યું- મારે સ્પષ્ટતા કરવાની જરૂર નથી

રજનીકાંતે કરી હતી પાર્ટી બનાવવાની જાહેરાત
તમને જણાવી દઇએ કે, રજનીકાંતે (Rajinikanth) જાહેરાત કરી હતી કે, તેઓ 31 ડિસેમ્બરના તેમની રાજકીય પાર્ટીની જાહેરાત કરશે. પાર્ટી બનાવવાની આ વાત સામે આવ્યા બાદ તમિલનાડુમાં યોજનારા વિધાનસભા ચૂંટણીમાં તેમનું ઉતરવાનું નક્કી માનવામાં આવી રહ્યું હતુ. કહેવામાં આવી રહ્યું હતું કે, રજનીકાંત મુખ્યમંત્રી પદના ઉમેદવાર પણ બની શકે છે.

આ પણ વાંચો:- અમિતાભથી લઈને અક્ષય સુધી સૌકોઈ જેનાથી અભિભુત હતા, જાણો એવા અદભુત અદાકારની અજાણી વાતો

હૈદરાબાદમાં ખરાબ થયું હતું એક્ટરનું સ્વાસ્થ્ય
થોડા દિવસ રહેલા હૈદરાબાદમાં ફિલ્મ શૂટિંગ દરમિયાન રજનીકાંત નું સ્વાસ્થ્ય ખરાબ થયું હતુ. સ્વાસ્થ્ય અચાનક ખરાબ થવા પર તેમને હૈદરાબાદની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાંથી તેમને રજા આપવામાં આવી છે.

આ પણ વાંચો:- AR Rahmanની માતા Kareema Bagumનું નિધન, સિંગરે શેર કરી ભાવુક કરતી તસવીર

2021માં યોજાશે વિધાનસભા ચૂંટણી
ઉલ્લેખનીય છે કે, રજનીકાંત (Rajinikanth) ઘણા લાંબા સમયથી રાજ્યમાં તેમના સમર્થકો અને ફેન્સ ક્લબના સભ્યો સાથે બેઠક કરી રહ્યાં હતા. તેમાં રાજકારણમાં એન્ટ્રી કરવની વાત પણ સામે આવી હતી. આ વર્ષના અંતમાં પાર્ટી દ્વારા જાહેરાત કરવાનો પ્લાન હતો, પરંતુ હવે આ પ્લાન સંપૂર્ણ રીતે બદલાઈ ગયો છે. તમિલનાડુમાં 2021માં જ વિધાનસબા ચૂંટણી યોજાવાની છે. ડીએમકે, AIADMK, કોંગ્રે, ભાજપ ચૂંટણીમાં મુખ્ય પાર્ટી હશે. આ ઉપરાંત આ વખતે કમલ હસનની પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં જોવા મળશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More