Home> Entertainment
Advertisement
Prev
Next

Roohi: ‘Kishton’ માં Rajkummar Rao એ Janhvi Kapoor ને કર્યું પ્રપોઝ, તમે પણ અપનાવશો આ પદ્ધતિ

રાજકુમાર રાવ (Rajkummar Rao), જાહ્નવી કપૂર અને વરૂણ શર્માની ફિલ્મ 'રૂહી'નું (Roohi) નવું સોન્ગ રિલીઝ થયું છે. સોન્ગનું નામ 'કિશ્તો' (Kishton) છે. સોન્ગની શરૂઆત ઘણી જોરદાર છે. સોન્ગની શરૂઆત થતા પહેલા જ રાજકુમાર રાવ જાહ્નવીને (Janhvi Kapoor) એક ફની લાઇન કહે છે

Roohi: ‘Kishton’ માં Rajkummar Rao એ Janhvi Kapoor ને કર્યું પ્રપોઝ, તમે પણ અપનાવશો આ પદ્ધતિ

નવી દિલ્હી: રાજકુમાર રાવ (Rajkummar Rao), જાહ્નવી કપૂર અને વરૂણ શર્માની ફિલ્મ 'રૂહી'નું (Roohi) નવું સોન્ગ રિલીઝ થયું છે. સોન્ગનું નામ 'કિશ્તો' (Kishton) છે. સોન્ગની શરૂઆત ઘણી જોરદાર છે. સોન્ગની શરૂઆત થતા પહેલા જ રાજકુમાર રાવ જાહ્નવીને (Janhvi Kapoor) એક ફની લાઇન કહે છે. આ સાંભળીને તમે હસી પડશો.

fallbacks

રોમેન્ટિક સોન્ગ
સોન્ગ જ્યારે શરૂ થયા છે તો રાજકુમાર રાવ (Rajkummar Rao) જાહ્નવી કપૂરને કોબીનું ફૂલ આપી પ્રપોઝ કરે છે અને કહે છે, 'ફૂલ હૈ ગોબી કા સબ્જી મત સમજના. પ્યાર હૈ ભવરે કા હમદર્દી મત સમજના.' આ સોન્ગ એક રોમેન્ટિક સોન્ગ છે. આ સોન્ગમાં રાજકુમાર અને જાહ્નવીની (Janhvi Kapoor) કેમેસ્ટ્રી રમુજી લાગી રહી છે. સોન્ગ રિલીઝ થતાની સાથે જ બે કલાકની અંદર 2 લાખતી વધારે લોકોએ જોયું છે. લોકોને સોન્ગ ઘણું પસંદ આવી રહ્યું છે.

આ પણ વાંચો:- સુશાંત સિંહ રાજપૂતનો Unseen Video આવ્યો સામે, ફેન્સ થયા ઇમોશનલ

આ સોન્ગને ઝુબિન નૌટિયાલે ગાયું છે અને લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્યાએ લખ્યા છે. ત્યારે સોન્ગને સચિન જિગરે કમ્પોઝ કર્યું છે. આ સોન્ગને સાંભળીને તમને પણ પ્રેમ થઈ જશે.

ક્યારે રિલીઝ થશે ફિલ્મ
અભિનેતા રાજકુમાર રાવ (Rajkummar Rao) અને જાહ્નવી કપૂર (Janhvi Kapoor) સ્ટારર ફિલ્મ 'રૂહી' (Roohi) 11 માર્ચના થિયેટરોમાં રિલીઝ થવાની સંપૂર્ણ તૈયાર છે. રાજકુમાર રાવની ફિલ્મના કેટલાક પોસ્ટ અને ટ્રેલર પણ સામે આવ્યા છે. ફિલ્મના ટ્રેલરને ઘણું પસંદ પણ કરવામાં આવ્યું. કેટલાક લોકોએ ફિલ્મની સ્ત્રી સાથે સરખામણી કરી છે.

આ પણ વાંચો:- ક્રાઇમ બ્રાન્ચ ઓફિસથી બહાર નીકળ્યો Hritik Roshan, Kangana વિરૂદ્ધ નોંધાવ્યું નિવેદન

ઘણી વખત બદલાયું નામ
તમને જણાવી દઇએ કે, આ ફિલ્મનું નામ જ્યારે જાહેરાત કરાઈ તે સમયે 'રૂહ અફજા' હતું. ત્યારબાદ તેનું નામ 'રૂહી અફજા' કરાયું. થોડા મહિના પહેલા ફિલ્મનું નામ 'રૂહી અફસાના' જણાવવામાં આવ્યું હતું. ત્યારે હવે જ્યારે રિલીઝ ડેટની જાહેરાત થઈ છે તો ફિલ્મનું નામ 'રૂહી' (Roohi) કરવામાં આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરોઅમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More