Home> Entertainment
Advertisement
Prev
Next

Comedian Raju Srivastava Died: શું તમને રાજૂ શ્રીવાસ્તવના આ ફિલ્મી રોલ યાદ છે? જાણો રોચક રોલની કહાની


Comedian Raju Srivastava Died: આ ફિલ્મોમાં રાજૂ શ્રીવાસ્તવ આવી ચુક્યા છે 70MMની સ્ક્રિન પર...ગ્રેડ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ પહેલાંથી જ રાજૂ શ્રાવાસ્તવ કરી ચુક્યા છે આ મોટી ફિલ્મોમાં કામ.

Comedian Raju Srivastava Died: શું તમને રાજૂ શ્રીવાસ્તવના આ ફિલ્મી રોલ યાદ છે? જાણો રોચક રોલની કહાની

મુંબઈઃ જાણીતા કોમેડિયન રાજૂ શ્રીવાસ્તવએ આજે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. રાજૂ શ્રીવાસ્તવ હાર્ટ અટેક આવ્યાં બાદ લાંબા સમયથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં હતાં. તેમની હાલત ખુબ ગંભીર હતી. અને આજે સવારે સારવાર દરમિયાન તેમનું નિધન થયું છે. ત્યારે રાજૂ શ્રીવાસ્તવે સ્ટેન્ડપ કોમેડિ ઉપરાંત ફિલ્મોમાં પણ ભારે લોકચાહના મેળવી છે. ઘણી એવી ફિલ્મો છે જેમાં તેમને ખુબ નાનકડા રોલ મળ્યાં હતાં. આપણે આ આર્ટિકલમાં તેના વિશે પણ જાણીશું. જાણો એવી ફિલ્મો વિશે જેમાં રાજૂ શ્રીવાસ્તવને ખુબ જ નાનો રોલ મળ્યો હતો, કદાચ તમે પણ યાદ કરીને ચોંકી જશો કે આ રાજૂ છે?

fallbacks

રાજૂ શ્રીવાસ્તવે 1988માં આવેલી અનિલ કપૂર અને માધૂરી દિક્ષિત સ્ટાર્ર તેજાબમાં કામ કર્યું હતું. તેજાબમાં તેમણે એક નાનો રોલ નિભાવ્યો હતો. તો 1989માં આવેલી મેને પ્યાર કિયા જેવી હિટ ફિલ્મમાં પણ રાજૂએ નાનકડો એવો ટ્રક ક્લિનરનો રોલ કર્યો હતો. જ્યારે, શારૂખન ખાનની લવ થ્રીલર બાઝિગરમાં પણ શ્રીવાસ્તવે એક કોલેજ સ્ટૂન્ડનો રોલ કર્યો હતો. જ્યારે 1994માં આવેલી મિસ્ટર આઝાદ અને અભયમાં પણ તેઓ કામ કરી ચુક્યા છે. 

2001માં આવેલી કોમેડી ફિલ્મ આમદની અઠ્ઠની ખર્ચા રુપૈયામાં પણ તેમણે બાબા ચીન ચીન ચૂ કેરેતક્ટરનો કોમેડી કેમિયો કર્યો હતો. જ્યારે, મે પ્રેમ કી દિવાની હું ફિલ્મમાં તેમણે ઋતિક રોશન, કરિશમાં કપૂર અને અભિષેક બચ્ચન સાથે પણ કામ કરી ચુક્યા છે. જ્યારે, સન્ની દેઓલની બિગ બ્રધરમાં તેમણે સારો એવો અભિનય કર્યો હતો. જેમાં, તેઓ સિરિયસ રોલમાં જોવા મળ્યા હતા. 

ત્યારે, ફિલ્મ બોમ્બે ટૂ ગોવા અને ભાવનાઓ કો સમજો જેવી ફૂલ કોમેડી મૂવીમાં તેમણે મેઈન રોલ પણ કર્યો છે. તો 2017માં આવેલી અક્ષય કુમારની ફિલ્મ ટોયલેટ એક પ્રેમ કથામાં પણ તેમણે કામ કર્યું છે. જ્યારે, કપિલ શર્માની ફિલ્મ ફિરંગીમાં પણ તેમણે સ્પેશિય અપિયન્સ આપ્યું હતું. તો આ હતી ફિલ્મો જેમાં રાજૂ શ્રીવાસ્તવે કામ કર્યું હતું. પરંતું તમારું ધ્યાન કોઈ દિવસ તેમના પર ગયું નહીં હોય.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More