Home> Entertainment
Advertisement
Prev
Next

Rakesh Roshan: કોઈ બીમારી નથી છતાં સતત 35 વર્ષથી માથું મુંડાવી રાખે છે રાકેશ રોશન, ખાસ જાણો કારણ

Happy Birthday Rakesh Roshan: રાકેશ રોશનની બોલીવુડ ઈન્ડસ્ટ્રીના મોટા નામમાં ગણતરી થાય છે. આજે રાકેશ રોશન પોતાનો 73મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આજનો દિવસ રાકેશ રોશન અને તેમના પરિવાર માટે એકદમ ખાસ છે. એક્ટિંગથી લઈને ડાઈરેક્શન સુધીના ક્ષેત્રે તેઓ પોતાનો કમાલ બતાવી ચૂક્યા છે. રાકેશ રોશન વિશે આમ તો ઘણી બધી વાત ચાહકો જાણે છે પરંતુ એક વાત એવી છે જે બહુ ઓછા લોકોને ખબર હશે. અને તે છે તેમના ટાલિયાપણાનું રહસ્ય. 

fallbacks

રાકેશ રોશન કેમ માથું મુંડાવી રાખે છે?
જો તમે ધ્યાનથી જોશો તો રાકેશ રોશનના માથે જવાનીના સમયમાં વાળ સારા એવા હતા. ફિલ્મોમાં તેઓ પોતાના મસ્ત કાળા વાળ લહેરાવતા જોવા મળતા હતા. પરંતુ આજના સમયમાં તો તેમને વાળ સાથે કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જેનું કારણ છે લાંબા સમયથી રાકેશ રોશનનો બાલ્ડ લૂક. પરંતુ શું તમને ખબર છે કે રાકેશ રોશને આખરે શા માટે આ બાલ્ડ લૂક અપનાવ્યો હતો? તેની પાછળ ખાસ કારણ છે. 

fallbacks

રાકેશ રોશન 70 અને 80ના દાયકાના અદભૂત અભિનેતાઓમાં ગણાતા હતા. તેમણે 70થી 80ના દાયકામાં લગભગ 84 ફિલ્મોમાં કામ કર્યું હતું. 1987માં અભિનય છોડીને રાકેશ રોશને દિગ્દર્શનની દુનિયામાં ડગ માંડ્યા અને કે અક્ષરથી શરૂ થનારી ફિલ્મો બનાવવા માટે જાણીતા થયા હતા. રાકેશ રોશને પહેલી ફિલ્મ 'ખુદગર્ઝ' બનાવી હતી. 

ફિલ્મ માટે માનતા માની હતી
દિગ્દર્શક તરીકે રાકેશ રોશનની પહેલી ફિલ્મ 1987માં આવેલી 'ખુદગર્ઝ' હતી. શત્રુઘ્ન સિન્હા અને જિતેન્દ્ર અભિનિત આ ફિલ્મને પ્રોડ્યૂસ પણ રાકેશ રોશને જ કરી હતી. આ ફિલ્મથી રાકેશ રોશનને ખુબ આશાઓ હતી. એવું કહેવાય છે કે ફિલ્મની રિલીઝ પહેલા તેઓ તિરુપતિ બાલાજી મંદિર ગયા હતા. મંદિરમાં તેમણે માનતા માની હતી કે જો તેમની આ ફિલ્મ હીટ ગઈ તો તેઓ પોતાના વાળનું દાન કરશે.

fallbacks

'ખુદગર્ઝ' ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થઈ અને સુપરહીટ સાબિત થઈ. ત્યારબાદ રાકેશ રોશન પોતાની માનતા જ ભૂલી ગયા.  તેમણે પોતાના ડ્રીમ પ્રોજેક્ટ 'ખૂન ભરી માંગ'ની જાહેરાત કરી દીધી. 1988માં આવેલી ફિલ્મ 'ખૂન ભરી માંગ' પર કામ શરૂ કરવાના જ હતા કે તેમની પત્ની પિંકીએ તેમને ફિલ્મ પર કામ કરતા પહેલા મુંડન કરાવવાનું કહ્યું. આ વાતથી રાકેશ રોશન ચોંકી ગયા હતા. તેમને સમજમાં ન આવ્યું કે આખરે પિંકી આ શું બોલે છે. 

ત્યારબાદ પિંકીએ તેમને યાદ અપાવ્યું કે તેમણે 'ખુદગર્ઝ' ફિલ્મ સમયે માનતા માની હતી. થોડીવાર વિચાર્યા બાદ રાકેશ રોશને પોતાના વાળનું દાન કર્યું. એવું કહેવાય છે કે તિરુપતિમાં વાળ દાન આપતા રાકેશ રોશને બીજી માનતા એ માની હતી કે તેઓ આજીવન બાલ્ડ રહેશે. તે દિવસ હતો અને આજનો દિવસ છે. કે રાકેશ રોશને પોતાના વાળ ક્યારેય વધાર્યા નથી. છેલ્લા 35 વર્ષથી રાકેશ રોશને પોતાનો બાલ્ડ લૂક રાખ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More