Rakesh Roshan: ઋત્વિક રોશન અને સુઝેન ખાન બોલીવુડના પાવર કપલ તરીકે જાણીતા હતા. પરંતુ અચાનક જ તેમના લગ્ન જીવનમાં સમસ્યા સર્જાઇ અને 14 વર્ષનું લગ્નજીવન તોડી બંને અલગ થઈ ગયા. લગ્નના 14 વર્ષ પછી વર્ષ 2014માં ઋત્વિક રોશન અને સુઝેન ખાને ડિવોર્સ લીધા હતા. ડિવોર્સ પછી બંને સારા મિત્રો છે અને હવે તેઓ પોતપોતાની લાઇફમાંમ મૂવ ઓન કરી ચૂક્યા છે. જોકે ઋત્વિક રોશનના ચાહકોના મનમાં વર્ષોથી એ પ્રશ્ન હશે કે સુઝેન ખાન સાથે ડિવોર્સનું સાચું કારણ શું હતું. આ અંગે હવે ઋત્વિક રોશનના પિતા રાકેશ રોશનને ખુલાસો કરી દીધો છે.
આ પણ વાંચો: Rakhi Sawant: પાકિસ્તાનની વહુ બનશે રાખી સાવંત, આ એક્ટર સાથે કરશે ત્રીજા લગ્ન
તાજેતરમાં એક મુલાકાત દરમિયાન રાકેશ રોશને ઋત્વિક રોશનના ડિવોર્સ અંગે પણ ચર્ચા કરી હતી. રાકેશ રોશન એ જણાવ્યું કે તેના માટે સુઝેન આજે પણ એ જ સુઝેન છે જે વર્ષો પહેલા હતી. આજે પણ તે પરિવારની મહત્વની સભ્ય છે. જે કંઈ પણ થયું તે ઋત્વિક અને સુજન વચ્ચે થયું. બંને વચ્ચે એક ગેરસમજ થઈ ગઈ હતી. જેનું સમાધાન તેમને લાવવાનું હતું. ગેરસમજના કારણે તેઓ અલગ થઈ ગયા.
આ પણ વાંચો: 2020 Delhi: ટ્રેલર રિલીઝ થતાં જ '2020 દિલ્હી' ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની થઈ માંગ
રાકેશ રોશનને એવું પણ કહ્યું કે ઋત્વિક રોશન અને તેની દીકરી તેનાથી ડરે છે. તે ક્યારેય ગુસ્સો નથી કરતો પરંતુ શિષ્ટાચાર રાખે છે. રાકેશ રોશન એવું પણ કહ્યું કે બંનેના લગ્ન નાની ઉંમરમાં થઈ ગયા અને બાળકો પણ થયા. હવે બંને એકબીજામાં સારા મિત્ર છે. હવે તેઓ પહેલાની જેમ વાત નથી કરતા પણ વાતચીત કરે છે.
આ પણ વાંચો: Chhaava: વિકી કૌશલની ફિલ્મ છાવાને લઈને વિવાદ, જાણો કયા કારણે ફિલ્મનો શરુ થયો વિવાદ
ડિવોર્સ પછી ઋત્વિક રોશન અને સુઝેન ખાન પોતાની લાઇફમાં આગળ વધી ચૂક્યા છે. સુઝેન ખાન અર્સલાન ગોનીને ડેટ કરે છે જ્યારે ઋત્વિક રોશન સબા આઝાદની ડેટ કરે છે. જોકે ઋત્વિક અને એકબીજાની સાથે પણ જોવા મળે છે અને સોશિયલ મીડિયા પોસ્ટ પર કોમેન્ટ પણ કરતા હોય છે. તેઓ પોતાના બાળકોની સાથે ક્વોલિટી ટાઈમ પણ પસાર કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે