નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી રાખી સાવંતને એમ જ ડ્રામા ક્વીન કહેવામાં આવતી નથી. તમને જણાવી કે સોશિયલ મીડિયામાં તેની પોસ્ટ પણ મજેદાર હોય છે. રાખી (Rakhi Sawant) સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સને મનોરંજન પુરું પાડવામાં એકેય મોકો છોડતી નથી. રાખી (Rakhi Sawant) એ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાનો એક મજેદાર વીડિયો શેર કર્યો છે, જેણે જોઈને લોકો હસી હસીને લોટપોટ થઈ જશે. આ વીડિયો પર પ્રશંસકો પોતાની ફની કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે.
ચોલી કે પછી સોન્ગ પર ડાન્સ
વીડિયોમાં દેખાડવામાં આવી રહ્યું છે કે રાખી સાંવત (Rakhi Sawant)એ ગોરિલ્લાના કોસ્ટ્યૂમ પહેરેલો છે અને તે 'ચોલી કે પછી ક્યા હૈ' સોંગ પર ડાન્સ કરતી નજરે પડી રહી છે. તેમનો મજેદાર ડાન્સ મૂવ્સને જોઈને ફેન્સ પોતાની હસી રોકી શક્યા નહોતા. વીડિયોમાં રાખી બિલકુલ પણ ઓખળાતી નથી. રાખીના આ અંદાજને ફેન્સ ઘણો પસંદ પણ કરી રહ્યા છે.
100 વર્ષ બાદ કેનેડામાંથી પાછી લાવવામાં આવશે મા અન્નપૂર્ણાની દુર્લભ પ્રતિમા, આ સ્થળે થશે સ્થાપના
વાયરલ થયો વીડિયો
રાખી સાંવતે ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વીડિયોને ફેન્સની સાથે શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, 'આ હું અસલી રાખી સાંવત'. રાખીના આ વીડિયોને અત્યાર સુધી 1 લાખ 70 હજારથી વધારે વખત જોવામાં આવી ચૂક્યો છે. અભિનેત્રી ઉર્વશી રૌતેલાને રાખીનો આ વીડિયો ઘણો પસંદ પડ્યો છે. તેમણે કોમેન્ટ સેક્શનમાં લખ્યું, 'લવ યૂ ક્વીન'. જ્યારે એક ફેન્સ એ કોમેન્ટ કરતા લખ્યું છે કે, રાખીથી વધારે કોઈ મનોરંજન કરી શકે જ તેમ નથી.
રેલવે મુસાફરો માટે સૌથી મોટો ખુશખબર! સરકારના આ નિર્ણયથી તમને થશે સીધો ફાયદો જ ફાયદો..
ડ્રીમમાં એન્ટ્રી સોંગમાં મચાવી ધમાલ
રાખી સાંવત (Rakhi Sawant) હાલ દુબઈમાં છે, જ્યાંથી તે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી રહી છે. થોડાક દિવસો પહેલા રાખી (Rakhi Sawant)એ પદ્મિની કો્હાપુરે અને જીનત અમાનની સાથે વીડિયો શેર કર્યો હતો. જે ફેન્સનો ખુબ જ પસંદ પડ્યો હતો. હાલમાં રાખી સાંવત (Rakhi Sawant) ના નવા વીડિયો સોન્ગ 'ડ્રીમ મેં એન્ટ્રી' (Dream Me Entry) રિલીઝ થયું છે, જેણે યૂટ્યૂબ પર 30 મિલિયનથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે