નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટ્રેસ Rakul Preet Singh નો કરિયર ગ્રાફ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. તમિલ અને તેલુગુ ફિલ્મોની સુપરસ્ટાર રહી ચૂકેલી રકુલ પ્રીતને હિન્દી ફિલ્મોમાં 'દે દે પ્યાર દે' (De De Pyar De) દ્વારા ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તે અજય દેવગનની ગર્લફ્રેન્ડનો રોલ કરતી જોવા મળી હતી અને ત્યારથી તેની લોકપ્રિયતા ખૂબ જ ઝડપથી વધી છે.
હાથમાં 'કોન્ડમ' સાથે જોવા મળી હતી રકુલ
અભિનેત્રી આ દિવસોમાં તેની આગામી ફિલ્મના પોસ્ટરને લઈને ચર્ચામાં છે. ફિલ્મનું નામ 'છત્રીવાલી' (Chhatriwali) છે અને તેનું પોસ્ટર ભૂતકાળમાં સોશિયલ મીડિયા પર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મનું પોસ્ટર એકદમ અનોખું બનાવવામાં આવ્યું છે કારણ કે અભિનેત્રીના હાથમાં ડિરેક્ટરનું ક્લેપ છે જેને કોન્ડોમ પાઉચનો લુક આપવામાં આવ્યો છે.
રાજકુમાર રાવ અને પત્રલેખાનો પૂરો થયો પ્રેમ, સામે આવી લગ્નની પહેલી તસવીરો
Bin mausam barsaat kabhi bhi ho sakti hai…
Apni chhatri taiyaar rakhiye! ☔ 😉
Presenting the first look of #Chhatriwali🎬@vyas_sumeet @satishkaushik2 @rajeshtailang @PracheePaandya #RivaArora @dollyahluwalia @tejasdeoskar @ronniescrewvala @RSVPMovies pic.twitter.com/uEeUDL6How— Rakul Singh (@Rakulpreet) November 13, 2021
'ગમે ત્યારે પડી શકે છે વરસાદ'
કોન્ડોમના પાઉચની જેમ ક્લેપ લઇને ઉભેલી રકુલ પ્રીત (Rakul Preet Singh) નો લુક સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો, જેના પર ફિલ્મનું ટાઈટલ 'છત્રીવાલી' (Chhatriwali) લખેલું હતું. આ પોસ્ટરને શેર કરતા રકુલે લખ્યું- બીન મોસમ બરસાત કભી ભી હો સકતી હૈ. અપની 'છત્રીરી' (Chhatriwali) તૈયાર રાખિએ. પોસ્ટર જોયા બાદ ચાહકોના મનમાં એક સવાલ ઉઠી રહ્યો છે કે ફિલ્મમાં રકુલ પ્રીત સિંહનું પાત્ર કેવું હશે?
Anupama: બાનું આ રૂપ ઘરમાં દરેકને ચોંકાવી નાખશે, માર્યાદાઓની તમામ સીમાઓ કરશે પાર
ટૂંક સમયમાં આ ફિલ્મોમાં જોવા મળશે
ફિલ્મનું શૂટિંગ લખનઉમાં ચાલી રહ્યું છે અને મળતી માહિતી મુજબ, રકુલ પ્રીત સિંહ તેમાં કોન્ડોમ ટેસ્ટરની ભૂમિકા નિભાવતી જોવા મળશે. તમને જણાવી દઈએ કે રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) પાસે આ સમયે પ્રોજેક્ટ્સની કોઈ કમી નથી. તે ટૂંક સમયમાં આયુષ્માન ખુરાના સાથે 'ડોક્ટર જી'માં જોવા મળશે. આ સિવાય રકુલ પ્રીત સિંહ પાસે અજય દેવગણ (Ajay Devgn) અને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) સાથે ફિલ્મ 'મેડે' છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે