Home> Entertainment
Advertisement
Prev
Next

Rakul-Jackky Video: જેકી ભગનાનીના ખોળામાં બેસી રકુલે લગાવડાવી હલ્દી, લગ્નમાં રકુલ-જૈકી કરી ખુબ મસ્તી, જુઓ વીડિયો

Rakul-Jackky Viral Video:  વેડિંગ વીડિયોમાં હલ્દી, મહેંદી, સંગીતથી લઈને લગ્ન સુધીની વિધિઓની એક ઝલક દેખાડવામાં આવી છે. લગ્નની દરેક વિધિમાં રકુલ અને જેકી એ ખૂબ જ મસ્તી કરી છે.

Rakul-Jackky Video: જેકી ભગનાનીના ખોળામાં બેસી રકુલે લગાવડાવી હલ્દી, લગ્નમાં રકુલ-જૈકી કરી ખુબ મસ્તી, જુઓ વીડિયો

Rakul-Jackky Viral Video: રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ ગોવામાં 21 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા છે. લગ્નના બે દિવસમાં જ રકુલ અને જેકીએ પોતાના લગ્નનો વીડિયો પણ શેર કરી દીધો છે. વેડિંગ વીડિયોમાં હલ્દી, મહેંદી, સંગીતથી લઈને લગ્ન સુધીની વિધિઓની એક ઝલક દેખાડવામાં આવી છે. લગ્નની દરેક વિધિમાં રકુલ અને જેકી એ ખૂબ જ મસ્તી કરી છે. આ વિડીયો જઈને ચોક્કસથી કહી શકાય કે રકુલ અને જેકીએ ગોવામાં શાનદાર લગ્ન કર્યા છે.

fallbacks

આ પણ વાંચો:OTT પ્લેટફોર્મની 5 સૌથી ખતરનાક હોરર વેબ સીરીઝ, જોયા પછી ઘરમાં એકલા રહેવામાં લાગે બીક

જેકી ભગનાની અને રકુલ પ્રીતે લગ્નનો આ વિડીયો ઈંસ્ટાગ્રામ પર શેર કર્યો છે. વિડીયોના કેપ્શનમાં તેમણે લખ્યું છે હું કે તું નહીં આપણે... આ વીડિયોમાં પ્રિ વેડિંગ ફંક્શનની સાથે લગ્નની ઝલક પણ દેખાડવામાં આવી છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rakul Singh (@rakulpreet)

આ વીડિયોમાં હલ્દી ફંક્શનની પણ એક ઝલક દેખાય છે જેમાં રકૂલ જેકી ભગનાનીના ખોળામાં બેસીને હલ્દી લગાવડાવતી જોવા મળે છે સાથે જ ઉપસ્થિત મહેમાનો તેમના પર ફુલ વર્ષાવે છે. રકુલ અને જેકીએ ગોવાના વેડિંગ લોકેશનમાં પણ ભરપૂર મજા કરી છે. વીડિયોમાં જોવા મળે છે કે બંને સમુદ્ર કિનારે એકબીજા સાથે મસ્તી કરી રહ્યા છે. બંનેએ સંગીત સેરમની અને મહેંદી ફંક્શનમાં પણ જોરદાર ડાન્સ કર્યો હતો.

આ પણ વાંચો:ફિલ્મ શૈતાનનું ટ્રેલર રિલીઝ, જાનકી બોડીવાલા અને આર માધવનને જોઈ તમને પણ બીક લાગશે

રકુલ પ્રીત અને જેકી ભગનાનીના લગ્ન માટે અનન્યા પાંડે, ભૂમિ પેડનેકર, શાહિદ કપૂર, શિલ્પા શેટ્ટી, રાજકુંદ્રા સહિતના કલાકારો ગોવા પહોંચ્યા હતા અને તેમણે પણ આ લગ્નમાં ખૂબ જ મસ્તી કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More