નવી દિલ્હી: બોલીવુડ જગતમાં હવે એક દૌર શરૂ થઇ ગયો છે, જ્યારે સ્ટાર લીકથી હટીને ફિલ્મ બનાવવા માટે ઉત્સુક થઇ રહ્યા છે. સામાન્ય લોકોની સમસ્યાઓને મેન સ્ટ્રીમમાં લાવવા માટે આ સ્ટાર્સ હવે વધુ ઉત્સુક રહે છે. ત્યારે તો તાજેતરમાં જ એક અભિનેત્રી પોતાની નવી ફિલ્મનું શૂટ શરૂ કર્યું તો સોશિયલ મીડિયા પર તેમના ફોટાએ ધમાલ મચાવી દીધી.
શેર કર્યો ફોટો
એક્ટ્રેસ રકુલ પ્રીત (Rakul Preet Singh) એ તાજેતરમાં જ ઇંસ્ટાગ્રામ પર પોતાનો એક એવો ફોટો પોસ્ટ કર્યો કે કોઇપણ આશ્વર્યમાં પડી જાય. તેમણે હાથમાં મોટું કોન્ડોમ પેકેટ ફાટેલું દેખાઇ રહ્યું છે. જેના પર લખ્યું છે 'છતરીવાલી'. આ ફોટાને શેર કરતાં અભિનેત્રીએ લખ્યું છે- 'બિન મૌસમ બરસાત પણ હો સકતી હૈ, અપની છતરી તૈયાર રખીએ. રજૂ કરે છે 'છતરીવાલી' નો પહેલો લુક.
રકુલ પ્રીતની ફિલ્મો
ફિલ્મમાં રકુલ પ્રીત (Rakul Preet Singh) સિવાય સુમિત વ્યાસ, સતીશ કૌશિક, રાજેશ તૈલંગ, પ્રાચી શાહ અને રિવા અરોડા જેવા કલાકાર મુખ્ય ભૂમિકામાં જોવા મળી રહ્યા છે. 'છતરીવાલી' રોની સ્કૂવાલા પ્રોડ્યૂસ કરી રહ્યા છે અને તાજેતરમાં જ તેમનું શૂટિંગ શરૂ થયું છે. આ ફિલ્મ ઉપરાંત રકુલપ્રીત જલદી 'એટેક', 'મેડે', 'ડોક્ટર જી' અને 'થેંક ગોડ' જીવી ફિલ્મોમાં પણ જોવા મળશે.
Condom હવે બની જશે જૂના જમાનાની વાત, પુરૂષો માટે આવ્યો સેફ ઉપાય
બર્થ ડે પર કરી હતી પ્રેમની જાહેરાત
તમને જણાવી દઇએ કે રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) એ પોતાના જન્મદિવસના ખાસ અવસર પર ફેન્સને એક આશ્વર્યજનક સમાચાર સંભળાવ્યા હતા. રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) એ પોતાના સંબંધની જાહેરાત કરી હતી. તેમણે પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર જણાવ્યું હતું કે તે બોલીવુડ એક્ટર જૈકી ભગનાની (Jackky Bhagnani) ને ડેટ કરી રહી છે. આ પોસ્ટ સાથે જ રકુલ પ્રીત સિંહએ એક ફોટો પણ શેર કર્યો હતો.
રકુલ પ્રીત સિંહે લખી પ્રેમભારી નોટ
રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) એ પોતાના પ્રેમભર્યા ફોટાને શેર કરતાં લખ્યું હતું કે 'થેંક યૂ માવ લવ...તમે મને આ વર્ષે બર્થડે ગિફ્ટ તરીકે મળ્યા છો. મારી જીંદગીમાં વધુ રંગ ભરવા માટે તમારો આભાર... મને સતત આ રીતે હસાવવા માટે તમારો આભાર... અમે બંને મળીને હવે વધુ યાદો એકઠી કરીશું. 'રકુલ પ્રીત સિંહ (Rakul Preet Singh) જૈકી ભગનાની (Jackky Bhagnani) ના ફોટો આવતાં જ વાયરલ થઇ ગયો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે