Ram Charan Latest News: ઓસ્કારમાં ભારતીય ધ્વજ લહેરાવ્યા બાદ RRR સ્ટાર રામ ચરણ ભારત પરત ફર્યા છે, જ્યાં તેમના ચાહકોએ તેમનું એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ઉત્સાહથી ભરેલી વિશાળ જનમેદનીએ રામ ચરણ અને અન્ય સ્ટાર્સના ઉત્સાહમાં પણ વધારો કર્યો હતો.
જ્યારે, ભારત આવ્યા પછી દરેક વ્યક્તિ રામચરણનું ઇન્ટરવ્યુ કરવા માંગે છે. એવા જ એક લેટેસ્ટ ઈન્ટરવ્યુમાં ઓસ્કરનો અનુભવ શેર કર્યા બાદ તેણે તે કારણ પણ જણાવ્યું કે જેના કારણે તે ઓસ્કરના સ્ટેજ પર નટુ નટુ ગીત પર પરફોર્મ કરવાનું ચૂકી ગયો હતો.
જેના કારણે સ્ટેજ પર કર્યું ન હતું પરફોર્મ
પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે રામ ચરણ અને જુનિયર એનટીઆર ઓસ્કારના મંચ પર નટુ નટુ ગીત પર પરફોર્મ કરવા જઈ રહ્યા છે. લોકો છેલ્લે સુધી શ્વાસ રોકીને બેઠા હતા, પરંતુ એવું કંઈ ના થયું, પરંતુ સ્ટેજ પર અન્ય કલાકારોએ આ ગીત પર પરફોર્મ કર્યું, જો કે તે પરફોર્મન્સની ઘણી ચર્ચાઓ થઈ રહી છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, આ ગીતના મૂળ કલાકારોએ શા માટે પરફોર્મ ના કર્યું.. જેના જવાબમાં રામ ચરણે કહ્યું કે તેઓ રાહ જોઈ રહ્યા હતા. પરંતુ ઓસ્કર દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો ન હતો. જોકે, રામ ચરણના મતે, તે હજુ પણ ખુશ છે કારણ કે 'આ ભારતનું ગીત છે અને લોકોનું ગીત છે'.
આ જ ઈન્ટરવ્યુમાં રામ ચરણે ગીતના શૂટિંગ સાથે જોડાયેલો અનુભવ પણ શેર કર્યો અને કહ્યું કે ગીત 17 દિવસમાં જઈને પૂરું કરવામાં આવ્યું હતું. તેના શૂટિંગમાં 12 દિવસનો સમય લાગ્યો હતો અને 7 દિવસ સુધી દિવસ-રાત પ્રેક્ટિસ કરવામાં આવી હતી. આ ગીતના સ્ટેપ્સ જેટલા જોવામાં મુશ્કેલ લાગે છે એટલા જ કરવામાં મુશ્કેલ છે. પરંતુ રામ ચરણના કહેવા પ્રમાણે, તેમણે અગાઉ ઘણી વધુ મુશ્કેલ સ્ટેપ્સ સાથે ગીતો કર્યા છે, પરંતુ મુશ્કેલી એ હતી કે બંને કલાકારોએ એકસરખો ડાન્સ કરવાનો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે