Home> Entertainment
Advertisement
Prev
Next

આ ડાયરેક્ટરે કહ્યું, 'આઈ હેટ કાશ્મીર ફાઈલ્સ', Vivek Agnihotri એ આપ્યો દિલ જીતી લેનારો જવાબ

જોકે, ફિલ્મ રિલીઝના 10 દિવસ બાદ ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સને લઈને એક વીડિયો જાહેર કરીને પોતાનું રિએક્શન આપ્યું છે. તેમણે પોતાની યૂટ્યૂબ ચેનલ પર આઈ હેટ કાશ્મીર ફાઈલ્સ ટાઈટલ સાથે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જુઓ આ વીડિયો....

આ ડાયરેક્ટરે કહ્યું, 'આઈ હેટ કાશ્મીર ફાઈલ્સ', Vivek Agnihotri એ આપ્યો દિલ જીતી લેનારો જવાબ

નવી દિલ્હી: તાજેતરમાં સમગ્ર દેશમાં ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સને લઈને ફરી એકવાર ચર્ચા થઈ ચુકી છે. ફિલ્મમાં દેશના સૌથી મોટા મુદ્દાને લઈને અવાજ ઉઠાવ્યો છે. આ ફિલ્મ કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર અને તેમના પલાયન પર આધારિત છે. આ ફિલ્મને બોક્સ ઓફિસ પર જોરદાર રિસ્પોન્સ મળી રહ્યો છે. પરંતુ ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા એ ફિલ્મને લઈને એક એવું રિએક્શન આપ્યું છે જેણે સાંભળીને લોકોને ગુસ્સો આવ્યો છે. પરંતુ વિવેક અગ્નિહોત્રી એ તેમને જડબાતોડ જવાબ આપ્યો, જેણા કારણે ફરી એકવાર વિવેક અગ્નિહોત્રી લોકોના દિલમાં છવાયા છે.

fallbacks

રામ બોલ્યા, આઈ હેટ કાશ્મીર ફાઈલ્સ
જોકે, ફિલ્મ રિલીઝના 10 દિવસ બાદ ફિલ્મમેકર રામ ગોપાલ વર્માએ ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સને લઈને એક વીડિયો જાહેર કરીને પોતાનું રિએક્શન આપ્યું છે. તેમણે પોતાની યૂટ્યૂબ ચેનલ પર આઈ હેટ કાશ્મીર ફાઈલ્સ ટાઈટલ સાથે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જુઓ આ વીડિયો....

દિલથી કરી ફિલ્મની પ્રશંસા
આ વીડિયોની વાત કરીએ તો રામ ગોપાલ વર્માએ વીડિયોમાં જણાવ્યું છે કે, મારી આખી કારકિર્દીમાં પ્રથમ વખત કોઈ ફિલ્મની સમીક્ષા કરી રહ્યો છે. હું ખરેખર ફિલ્મના વિષય અથવા વિવાદાસ્પદ સામગ્રીની સમીક્ષા કરતો નથી, હું એક ફિલ્મ નિર્માતા તરીકે ફિલ્મ કેવી રીતે બનાવવામાં આવી છે તેની સમીક્ષા કરવા માંગુ છું. ત્યારબાદ તેમણે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ખુલ્લેઆમ વખાણ કર્યા. તેમણે અનુપમ ખેરની એક્ટિંગની પણ પ્રશંસા કરી છે.

બોલીવુડ પર લગાવ્યો આ આરોપ
આ વીડિયોને શેર કરતા રામ ગોપાલ વર્માએ ટ્વિટર પર જે કેપ્શન લખ્યું છે તે ખુબ જ ખાસ છે. બોલિવૂડ પર આરોપ લગાવતા તેમણે લખ્યું, 'મેઈનસ્ટ્રીમ બોલિવૂડ, ટોલીવુડ ધ કાશ્મીર ફાઇલ્સની મેગા બજેટ સફળતાની અવગણના કરી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે તેઓ તેમના પ્રેક્ષકો કરતાં વધુ ગંભીરતાથી લઈ રહ્યા છે પરંતુ તેમનું મૌન એટલા માટે છે કારણ કે તેઓ ડરી ગયો છું. હું કાશ્મીર ફાઇલ્સને ધિક્કારું છું કારણ કે તેમણે નષ્ટ કરી નાખ્યું, હું જે શીખ્યો અને જે સમજ્યો.

શું બોલ્યા વિવેક અગ્નિહોત્રી?
હવે ધ કાશ્મીર ફાઈલ્સના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રીએ રામ ગોપાલ વર્માના વીડિયો અને ટાઈટલ પર રિએક્શન આપ્યું છે. વિવેક અગ્નિહોત્રીએ રામ ગોપાલ વર્માનો વીડિયો શેર કર્યો છે. તેની સાથે તેમણે લખ્યું છે, તમે કાશ્મીર ફાઈલ્સને નફરત કરો છો અને એટલા માટે હું તમને પ્રેમ કરું છું.

150 કરોડની કમાણી થશે
તમને જણાવી દઈએ કે, ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ ગત 11 માર્ચ 2022ના રોજ દેશના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મે ખુબ જ ઓછા સમયમાં લગભગ 150 કરોડની કમાણી કરી લીધી છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, પલ્લવી જોશી, દર્શન કુમાર, મિથુન ચક્રવર્તી મહત્ત્વપૂર્ણ ભૂમિકામાં છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More