Home> Entertainment
Advertisement
Prev
Next

Controversial Tweet: રામ ગોપાલ વર્મા ફરી ભાન ભૂલ્યા, દ્રૌપદી મુર્મૂને લઈ કહી એવી વાત, આવી જશે ગુસ્સો

Ram Gopal Verma એ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવારને લઈને એવી વિવાદિત ટિપ્પણી કરી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 

Controversial Tweet: રામ ગોપાલ વર્મા ફરી ભાન ભૂલ્યા, દ્રૌપદી મુર્મૂને લઈ કહી એવી વાત, આવી જશે ગુસ્સો

નવી દિલ્હીઃ સિનેમાજગતમાં કેટલાક એવા લોકો છે જે મોઢુ ખોલે છે તો બબાલ શરૂ થઈ જાય છે. આ લિસ્ટમાં બોલીવુડ ફિલ્મમેકર રામ ગોપાલ વર્માનું નામ પણ સામેલ છે. પોતાના વિવાદિત નિવેદનને કારણે હંમેશા લાઇમલાઇટમાં રહેનારા રામ ગોપાલ વર્માએ આ વખતે એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂને લઈને એવી વાત કહી જે સાંભળીને તમને પણ ગુસ્સો આવી જશે. 

fallbacks

કર્યું વિવાદિત ટ્વીટ
રામ ગોપાલ વર્માએ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂના નામ પર કોમેન્ટ કરતા ટ્વીટ કર્યુ- જો દ્રૌપદી રાષ્ટ્રપતિ છે તો પાંડવ કોણ છે? અને તેનાથી પણ વધુ જરૂરી છે કે કૌરવ કોણ છે?'

ટ્વીટ વાયરલ થતા ફરિયાદ નોંધાઈ
રામ ગોપાલ વર્માએ ટ્વીટ કર્યું તો સોશિયલ મીડિયા પર બબાલ શરૂ થઈ ગઈ. દરેક લોકો આ ફિલ્મમેકર પર પ્રહાર કરવા લાગ્યા. તો ભાજપના નેતાએ આ ટ્વીટ પર નારાજગી વ્યક્ત કરી છે. ભાજપના નેતાએ હૈદરાબાદમાં વર્મા પર ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને કાયદાકીય સલાહ માટે મોકલી છે. તેમનું કહેવું છે કે કાયદાકીય સલાહ મળ્યા બાદ તે ફરિયાદ દાખલ કરશે. 

તો વિવાદ વધતા ફિલ્મમેકરે ફરી કર્યું આ ટ્વીટ
ત્યારબાદ રામ ગોપાલ વર્માએ વિવાદ વધતો જોઈ સોશિયલ મીડિયા પર વધુ એક ટ્વીટ કર્યું. ટ્વીટમાં લખ્યું- મેં બસ એમ જ કહી દીધુ હતું મારો ઈરાદો બીજો નહોતો. મહાભારતમાં દ્રૌપદી મારૂ પસંદગીનું પાત્ર છે, પરંતુ નામ એટલુ દુર્લભ છે, તેથી મને સંબંધિત પાત્ર યાદ આવી ગયા. કોઈની ભાવનાને ઠેસ પહોંચાડવાનો મારૂ ઈરાદો નહોતો. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More