Deepika Katrina At Ranbir Alia Wedding Reception: બોલીવુડ અભિનેતા રણબીર કપૂર અને આલિયા ભટ્ટે લગ્ન કરી લીધા છે. હવે આ લગ્નની ઇનસાઈડ તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે. લગ્નની તમામ વિધિની તસવીરો અને વીડિયો સામે આવી રહ્યા છે. જેના પર ફેન્સ ખુબ પ્રેમ લુટાવી રહ્યા છે. જો કે, આ તસવીરમાં જ્યાં ભટ્ટ અને કપૂર ફેમિલિની સાથે સાથે રણબીર આલિયાના ફ્રેન્ડ્સ પણ જશ્નમાં ડુબેલા જોવા મળી રહ્યા છે ત્યારે કોઈ આ તસવીરોમાં દીપિકા પાદુકોણ અને કેટરીના કેફને ઘણી મિસ કરી રહ્યા છે.
દીપિકા કેટરીના ગુમ
14 એપ્રિલના લગ્ન બાદ વાસ્તુમાં જ ન્યુલી વેડ કપલે શનિવાર મોડી રાતે પાર્ટી હોસ્ટ કરી હતી. આ રિસેપ્શનમાં તમામ બોલીવુડ સ્ટાર જોવા મળ્યા હતા પરંતુ આલિયા ભટ્ટની ખાસ મિત્ર દીપિકા પાદુકોણ અને કેટરીના કેફ ગુમ હતી. એવામાં દરેક બાજુએ તેમના ના સામેલ થવાની ચર્ચા શરૂ થઈ ગઈ છે.
મુંબઇમાં ન હતી દીપિકા પાદુકોણ
ખરેખરમાં તમને જણાવી દઈએ કે, રણબીર-આલિયાએ તેમના લગ્ન ખુબ જ સીક્રેટ રાખ્યા હતા અને લગ્નમાં માત્ર પરિવારના લોકોને જ સામેલ કરવામાં આવ્યા હતા. ત્યારે બીજી તરફ રિસેપ્શન પાર્ટીમાં પણ ગેસ્ટ લિસ્ટને સીમિત રાખવામાં આવ્યું હતું. રિસેપ્શનની વાત કરીએ તો દીપિકા હાલમાં મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થઈ હતી. એક્ટ્રેસ તાજેતરમાં તેના આગામી પ્રોજેક્ટમાં વ્યસ્ત છે અને તે રિસેપ્શનના સમયે વર્ક કમિટમેન્ટના કારણે મુંબઇમાં ન હતી જેના કારણે તે સામેલ થઈ શકી ન હતી.
કેટરીનાએ પણ કર્યા હતા સીક્રેટ લગ્ન
વાત કરીએ તો કેટરીના કેફની તો કેટરીનાએ પણ ડિસેમ્બરના મહિનામાં વિક્કી કૌશલ સાથે રાજસ્થાનમાં રોયલ વેડિંગ કરી હતી. કેટરીનાએ પણ પરિવારની હાજરીમાં લગ્ન કર્યા હતા અને ઓછા લોકોને આમંત્રણ આપ્યું હતું. એવામાં આલિયાએ પણ તેને પોતાની સીક્રેટ વેડિંગમાં બોલાવી ન હતી. તમને જણાવી દઈએ કે કેટરીનાએ લગ્ન બાદ રિસેપ્શન પાર્ટી હોસ્ટ કરી ન હતી.
આલિયાની ફ્રેન્ડ છે પતિ રણબીરની એક્સ ગર્લફ્રેન્ડ્સ
તમને જણાવી દઇએ કે આલિયા કેટરીના અને દીપિકા ત્રણેય ઘણી ખાસ ફ્રેન્ડ છે. તમામ એવોર્ડ ઇવેન્ટથી લઇને રિયાલિટી ટોક શોમાં તેઓ સાથે જોવા મળે છે. આ સાથે જ રસપ્રદ વાત એ છે કે કેટરીના અને દીપિકા બંને રણબીર કપૂરની એક્સ ગર્લફ્રેન્ડ હતી. રણબીર કપૂર પહેલા દીપિકા સાથે રિલેશનમાં હતો જ્યારે દીપિકા સાથે બ્રેકઅપ બાદ તે કેટરીનાને ડેટ કરવા લાગ્યો હતો પરંતુ કપૂર પરિવારની વહુ બનાવું માત્ર આલિયાના હાથની રેખાઓમાં લખેલું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે