Home> Entertainment
Advertisement
Prev
Next

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની વેડિંગ ડેટને લઇને કંફ્યૂઝન ખતમ, આ ખાસ વ્યક્તિને જણાવી સાચી તારીખ

ગત થોડા દિવસોથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના સમાચારોને લઇને ચર્ચામાં છે. બંને ખૂબ જ જલદી લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. જોકે કપલની વેડિંગ ડેટને લઇને અસમંજસની સ્થિતિ છે. ઘણા મીડીયા રિપોર્ટ્સમાં લગ્નની તારીખ અલગ-અલગ કહેવામાં આવી રહી છે પરંતુ હવે આલિયા ભટ્ટના અંકલે લગ્નની ડેટ કન્ફોર્મ કરી દીધી છે. 

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની વેડિંગ ડેટને લઇને કંફ્યૂઝન ખતમ, આ ખાસ વ્યક્તિને જણાવી સાચી તારીખ

નવી દિલ્હી: ગત થોડા દિવસોથી રણબીર કપૂર અને આલિયા ભટ્ટ લગ્નના સમાચારોને લઇને ચર્ચામાં છે. બંને ખૂબ જ જલદી લગ્નના બંધનમાં બંધાવા જઇ રહ્યા છે. જોકે કપલની વેડિંગ ડેટને લઇને અસમંજસની સ્થિતિ છે. ઘણા મીડીયા રિપોર્ટ્સમાં લગ્નની તારીખ અલગ-અલગ કહેવામાં આવી રહી છે પરંતુ હવે આલિયા ભટ્ટના અંકલે લગ્નની ડેટ કન્ફોર્મ કરી દીધી છે. 

fallbacks

એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં આલિયા ભટ્ટના અંકલ રોબિન ભટ્ટે લગ્નની ડેટનો ખુલાસો કરી દીધો છે. તેમણે જણાવ્યું હતું કે આલિયા અને રણબીરના વેડિંગ ફંક્શન્સ 4 દિવસ સુધી ચાલશે. બંને 14 એપ્રિલના રોજ સાત ફેરા લેશે અને મહેંદી સેરેમની 13 એપ્રિલના રોજ થશે. રોબિન ભટ્ટે આ કન્ફોર્મ કર્યું કે લગ્ન બ્રાંદ્રા હાઉસ 'વાસ્તુ'માં હશે. અત્રે નોંધનીય છે કે રોબિન ભટ્ટ એક જાણિતા રાઇટર છે. 
 
આ સ્ટાર લગ્નમાં થશે સામેલ
રિપોર્ટ અનુસાર રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્નમાં ઘણા સ્ટાર ભાગ લઇ શકે છે, જેમાં કરણ જોહર, શાહરૂખ ખાન, સંજય લીલા ભણસાલી, આકાંક્ષા રંજન, અનુષ્કા રંજન, રોહિત ધવન, વરૂણ ધવન, જોયા અખ્તર સહિત ઘણા સેલેબ્સ સામેલ છે. તો બીજી તરફ કહેવામાં આવી રહ્યું છે કે આલિયાએ નક્કી કર્યું છે કે તે લગ્ન પછી હનિમૂન મઍટે સાઉથ આફ્રીકા જશે.  

આ ફિલ્મમાં જોવા મળશે 
તમને જણાવી દઇએ કે આલિયા અને રણબીર ગત કેટલાક વર્ષોથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંને ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'માં સાથે જોવા મળશે. થોડા દિવસો પહેલાં ફિલ્માંથી બંનેનો લુક જાહેર કરવામાં આવ્યો છે. એક સુપરહિરો ફિલ્મ છે. જેનું નિર્દેશન અયાન મુખર્જીએ કર્યું છે. થોડા દિવસો પહેલાં જ ફિલ્મનું શૂટિંગ પુરૂ થયું છે. 'બ્રહ્માસ્ત્ર' આલિયા અને રણબીરની સાથે પહેલી ફિલ્મ છે. જે 9 સપ્ટેમ્બર 2022 ના રોજ સિનેમાઘરમાં રિલીઝ થશે.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More