Animal Teaser: બોલીવુડ એક્ટર રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'ની એક ઝલક જોવા માટે લોકો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 1 ડિસેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. તેવામાં ફિલ્મના મેકર્સે દ્વારા આ ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યું હતું. ફિલ્મ એનિમલમાં રણબીર કપૂરની સ્ટાઈલ અને તેનો લુક જોઈને તેના ફેન્સ ખૂબ જ ખુશ થઈ ગયા છે. સંદીપ વાંગા રેડ્ડીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'એનિમલ'માં રણબીર કપૂર ઉપરાંત રશ્મિકા મંદન્ના, અનિલ કપૂર અને બોબી દેઓલ પણ મહત્વની ભૂમિકામાં છે.
આ પણ વાંચો:
પ્રખ્યાત ડાયરેક્ટરે ખોલ્યા પ્રિયંકા ચોપડાની સર્જરીના સીક્રેટ, બગડી ગયો હતો દેખાવ
જીગરા ફિલ્મમાં એક્શન અવતારમાં આલિયા ભટ્ટ મચાવશે ધમાલ, શેર કર્યું મોશન પોસ્ટર
સની દેઓલની બ્લોકબસ્ટર ગદર 2 OTT રિલીઝ માટે રેડી, જાણો કયા પ્લેટફોર્મ પર થશે સ્ટ્રીમ
રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ'નું ટીઝર તેના બર્થડે પર રિલીઝ કરવામાં આવ્યું છે. ફિલ્મ 'એનિમલ'ના ટીઝરની શરૂઆતમાં રણબીર કપૂર એકદમ નિર્દોષ દેખાય છે અને પછી થોડીવારમાં તેની ખતરનાક સ્ટાઈલમાં એન્ટ્રી થાય છે. ટીઝરમાં અનિલ કપૂર અને બોબી દેઓલના કેરેક્ટરથી પણ લોકો પ્રભાવિત થયા છે. ફિલ્મમાં રશ્મિકા મંદન્ના પણ જોવા મળશે. રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' વિશે જણાવવામાં આવી રહ્યું છે કે આ સ્ટોરી એક ગેંગસ્ટર પરિવારની છે. જેમાં અનિલ કપૂર પિતા અને રણબીર કપૂર તેના પુત્ર તરીકે જોવા મળશે.
રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' આ અગાઉ 11 ઓગસ્ટે રિલીઝ થવાની હતી. પરંતુ કોઈકારણોસર ફિલ્મની રિલીઝ ડેટ બદલવામાં આવી અને હવે આ ફિલ્મ 1 ડિસેમ્બર કરવામાં આવશે. મહત્વનું છે કે આ ફિલ્મ પહેલા રણબીર કપૂર છેલ્લે શ્રધ્ધા કપૂર સાથે 'તુ જૂઠી મેં મક્કાર' ફિલ્મમાં જોવા મળ્યો હતો. આ ફિલ્મને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે