Home> Entertainment
Advertisement
Prev
Next

Animal On OTT: એનિમલ ફિલ્મ ઓટીટી પર જોઈ દર્શકો થયા નિરાશ, જાણો શું છે કારણ

Animal On OTT: નેટફ્લિક્સ પર એનિમલ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને દર્શકોને એ વાત જાણીને નિરાશા થઈ છે કે નેટફ્લિક્સ પર પણ એનિમલ ફિલ્મ કટ સાથે જ રિલીઝ થઈ છે એટલે કે જે ફિલ્મમાં ઘરોમાં જોવા મળી તે જ નેટફ્લિક્સ પર જોવા મળશે.

Animal On OTT: એનિમલ ફિલ્મ ઓટીટી પર જોઈ દર્શકો થયા નિરાશ, જાણો શું છે કારણ

Animal On OTT: એનિમલ ફિલ્મ જ્યારથી રિલીઝ થઈ છે ત્યારથી ચર્ચામાં છે. ફિલ્મ જોનાર દરેક વ્યક્તિને તેનો દરેક સીન યાદ હશે. એક્શનથી ભરપૂર આ ફિલ્મનું મ્યુઝિક પણ આજ સુધી લોકોને કાનમાં ગુંજે છે. ડાયરેક્ટર સંદીપ રેડી વાંગાની આ ફિલ્મ પર હિંસા અને સ્ત્રીઓ પ્રત્યે નફરત ફેલાવવાની માનસિકતાને પ્રોત્સાહન આપવાનો આરોપ પણ લાગ્યો. તેમ છતાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી.

fallbacks

આ પણ વાંચો: Bollywood: નામથી હિંદુ પણ આ અભિનેત્રીઓ છે ધર્મથી મુસ્લિમ, પ્રેમ માટે બદલી દીધો ધર્મ

એનિમલ ફિલ્મે ભારતમાં 550 કરોડનો બિઝનેસ કર્યો અને વર્લ્ડ વાઈડ સિનેમા ઘરોમાં 900 કરોડથી વધારેની કમાણી કરી. જોકે આ ફિલ્મને સિનેમા ઘરોમાં રિલીઝ કરતા પહેલા ઘણા બધા કટસ કરવામાં આવ્યા હતા. તે સમયે ફિલ્મ મેકર્સે દર્શકોને આશ્વાસન આપ્યું હતું કે ઓટીટી પર આ ફિલ્મ કોઈપણ પ્રકારના કટ વિના રિલીઝ થશે. નેટફ્લિક્સ પર એનિમલ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે અને દર્શકોને એ વાત જાણીને નિરાશા થઈ છે કે નેટફ્લિક્સ પર પણ એનિમલ ફિલ્મ કટ સાથે જ રિલીઝ થઈ છે એટલે કે જે ફિલ્મમાં ઘરોમાં જોવા મળી તે જ નેટફ્લિક્સ પર જોવા મળશે.

આ પણ વાંચો: ખિચડી 2 ફિલ્મ ઓટીટી રિલીઝ માટે તૈયાર, જાણો કયા ઓટીટી પ્લેટફોર્મ પર ક્યારે થશે રિલીઝ

સંદીપ રેડી વાંગાની આ ફિલ્મને લઈને ભારે આલોચના થઈ છે તેમ છતાં આ ફિલ્મથી તે ઉત્સાહિત છે. સંદીપ રેડી વાંગાની પણ ઈચ્છા હતી કે એનિમલ ફિલ્મ કોઈપણ પ્રકારના કટ વિના ઓટીટી પર રિલીઝ થાય, જેથી દર્શકો ઓરીજનલ ફિલ્મને જોઈ શકે. એનિમલ ફિલ્મ હિંસાથી ભરપૂર છે તેમ છતાં તેમાંથી કેટલાક સીન સેન્સર બોર્ડે કઢાવ્યા હતા. દર્શકોમાં પણ આતુરતા હતી કે તેઓ એનિમલ ફિલ્મનું અનકટ વર્ઝન ઓટીટી પર જોવા મળશે. પરંતુ આ મામલે દર્શકોને નિરાશા હાથ લાગી છે. 

આ પણ વાંચો: જુઓ ફિલ્મ શૈતાનનું ટીઝર, આર માધવનને જોઈ છૂટી જશે પરસેવો, શરીરમાં થવા લાગશે ધ્રુજારી

એનિમલ ફિલ્મ રિલીઝ થયા પછી જે વિવાદો થયા તેના કારણે ફિલ્મ મેકર્સે સેન્સર બોર્ડનો આદેશ માનવો પડ્યો અને નેટફ્લિક્સ પર તે ફિલ્મ જ રિલીઝ કરવામાં આવી જે સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી. સિનેમા ઘરમાં રિલીઝ થયેલી ફિલ્મની અવધિ 3 કલાક અને 24 મિનિટ હતી. જ્યારે ઓરિજીનલ ફિલ્મ 4 કલાકની હતી. 

એનિમલ ફિલ્મમાં રણબીર કપૂર ઉપરાંત બોબી દેઓલ, રશ્મિકા મંદાના, અનિલ કપૂર, તૃપ્તી ડીમરી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મ 1 ડિસેમ્બર સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી અને હવે આ ફિલ્મ ઓટીટી પર જોવા મળશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More