Home> Entertainment
Advertisement
Prev
Next

એક્શન અને ડ્રામાથી ભરપુર 'Animal'નું Pre-Teaser થયુ રીલીઝ, જુઓ રણબીર કપૂરનો ધાકડ અંદાજ

Animal Pre Teaser Video: રણબીર કપૂરની એક્શન ડ્રામા ફિલ્મ એનિમલનું પ્રી-ટીઝર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મના પહેલા ટીઝર વીડિયોમાં રણબીર કપૂરના લુકથી લઈને તેની સ્ટાઈલથી ચાહકોમાં એક્સાઈટમેન્ટ લેવલ બમણું થઈ ગયું છે.

એક્શન અને ડ્રામાથી ભરપુર 'Animal'નું Pre-Teaser થયુ રીલીઝ, જુઓ રણબીર કપૂરનો ધાકડ અંદાજ

Ranbir Kapoor New Movie: બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ એનિમલનો પ્રી-ટીઝર વીડિયો સોશિયલ મીડિયા પર રિલીઝ થયો છે. પ્રી-ટીઝર વીડિયોમાં રણબીર કપૂર એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. રણબીર કપૂર એનિમલનમાં હાથમાં કુહાડી સાથે ધોતી પહેરેલો જોવા મળી રહ્યો છે. સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલનો પ્રી-ટીઝર વીડિયો રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે.

fallbacks

રણબીર કપૂરની એનિમલનું પ્રી-ટીઝર ટી-સીરીઝની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે. પ્રી-ટીઝર વીડિયોમાં ઘણા લોકો માસ્ક પહેરેલા જોવા મળી રહ્યા છે, જેમના હાથમાં કુહાડી છે. પછી એક પંજાબી ગીત સંભળાય છે અને પછી રણબીર કપૂરની એન્ટ્રી થાય છે. લાંબા વાળ, જાડી દાઢી અને હાથમાં કુહાડી સાથે સફેદ ધોતી અને શર્ટમાં સજ્જ રણબીર કપૂર ફિલ્મ્સ એક પછી એક માસ્ક પહેરેલા લોકો પર હુમલો કરતા જોવા મળે છે. એનિમલ પ્રી-ટીઝરમાં રણબીર કપૂરનો સંપૂર્ણ ચહેરો બતાવવામાં આવ્યો નથી.

નિર્માતાઓએ હજુ સુધી એનિમલ મૂવીની સ્ટોરી વિશે કોઈ ચોક્કસ ખુલાસો કર્યો નથી, પરંતુ રણબીર કપૂરે તાજેતરમાં પીટીઆઈને જણાવ્યું હતું કે આ વાર્તા એક ક્રાઈમ-ડ્રામા છે. રણબીર કપૂરે કહ્યું કે પિતા-પુત્રની આ વાર્તામાં કેટલાક એવા ટ્વિસ્ટ અને ટર્ન્સ છે જેની દર્શકોએ અપેક્ષા પણ નહી રાખી હોય. એનિમલ વિશે રણબીર કપૂર કહે છે કે તે ગ્રે શેડના અવતારમાં જોવા મળશે. તમને જણાવી દઈએ કે, એનિમલમાં રણબીર કપૂરની સાથે રશ્મિકા મંદાન્ના, બોબી દેઓલ, અનિલ કપૂર અને તૃપ્તિ ડિમરી પણ જોવા મળવાના છે. તે 11મી ઓગસ્ટે પેન ઈન્ડિયા લેવલ પર રિલીઝ થશે.

આ પણ વાંચો:
Biparjoy Cyclone: 6 કલાકમાં બિપોરજોય બની જશે 'અતિ ગંભીર વાવાઝોડું', એલર્ટ જાહેર
ગુજરાત પર હવે નથી વાવાઝોડાનું જોખમ, પણ અસર તો થશે, હવામાન વિભાગે આપ્યા લેટેસ્ટ અપડેટ
રાશિફળ 11 જૂન: આ રાશિના લોકોને આજે ધંધામાં થશે મોટો ફાયદો, નોકરી ક્ષેત્રે મળશે તક

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More