Home> Entertainment
Advertisement
Prev
Next

શમશેરાના ટ્રેલર લોન્ચ પહેલા રણબીરની ગાડીને થયો અકસ્માત

Ranbir Kapoor Accident : રણબીર કપૂર સમયસર ટ્રેલર લોન્ચ ઈવેન્ટ પર પહોંચી તો ગયો હતો, પરંતુ તેની સાથે એક ઘટના બની હતી. ઈવેન્ટમાં રણબીર કપૂર મોડો આવ્યો હતો

શમશેરાના ટ્રેલર લોન્ચ પહેલા રણબીરની ગાડીને થયો અકસ્માત

અમદાવાદ :રણબીર કપૂરની અવેઈટિંગ ફિલ્મ શમશેરાનુ ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. ટ્રેલર લોન્ચની એક ઈવેન્ટ રાખવામા આવી હતી. પરંતુ આ ઈવેન્ટમાં આવીને રણબીર કપૂરે ધડાકો કર્યો હતો કે, ટ્રેલર લોન્ચમાં પહોંચતા પહેલા તેની કારને અકસ્માત નડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ 22 જુલાઈના રોજ લોન્ચ થવાની છે.

fallbacks

રણબીર કપૂર સમયસર ટ્રેલર લોન્ચ ઈવેન્ટ પર પહોંચી તો ગયો હતો, પરંતુ તેની સાથે એક ઘટના બની હતી. ઈવેન્ટમાં રણબીર કપૂર મોડો આવ્યો હતો, અને તેણે મોડા આવવાનુ કારણ પણ જણાવ્યુ હતું કે, તેનો અકસ્માત થયો હતો. ઈવેન્ટમાં આવીને રણબીરે કહ્યુ કે, ‘‘મારો આજનો દિવસ ઘણો જ મુશ્કેલ રહ્યો. લૉન્ચિંગ પેહલાં મારો અકસ્માત થયો હતો. હું ટાઇમનો પાક્કો છું. મારો ડ્રાઇવર પહેલાં ઇન્ફિનિટી મોલ (ખોટું લોકેશન) લઈને આવ્યો. ત્યાં બેઝમેન્ટમાં કોઈ જોવા મળ્યું નહોતું. પછી મારે મોડું થઈ ગયું. બહાર નીકળ્યો તો કોઈએ મારી ગાડીને ઠોકી દીધી હતી. કારનો કાચ તૂટી ગયો. કરને કહ્યું કે કાચ તૂટવું શુભ હોય છે. હવે હું અહીંયા આવ્યો છું.’’

આજે શમશેરાનુ ટ્રેલર લોન્ચ થયુ છે અને ફિલ્મ 22 જુલાઈએ લોન્ચ થશે. ફિલ્મમાં રણબીર કપૂર, સંજય દત્ત અને વાણી કપૂર લીડ રોલમાં છે. ફિલ્મમાં રણબીર ડાકુ શમશેરાના લીડ રોડમાં છે. ફિલ્મની સ્ટોરીની વાત કરીએ તો, ડાકુથી ત્રસ્ત થયેલા લોકો બ્રિટિશ પોલીસ પાસે જાય છે અને શુદ્ધ સિંહ (સંજય દત્ત) શમશેરાને પકડવાની જવાબદારી લે છે. ફિલ્મમાં VFXના સીન્સ કમાલના છે. ડાર્ક સીન્સ તથા ફાઇટ સીન્સ શાનદાર લાગે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More