Animal Online Leaked: રણબીર કપૂરની ફિલ્મ એનિમલને જોરદાર રીવ્યુ અને રિસ્પોન્સ મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર પણ એનિમલ ફિલ્મ છવાઈ ગઈ છે. આ ફિલ્મને જે રિસ્પોન્સ મળી રહ્યો છે તેની અસર બોક્સ ઓફિસ પર પણ જોવા મળશે. ફિલ્મ પહેલા દિવસથી જ કમાણીના રેકોર્ડ તોડવા લાગી છે ત્યારે બીજા દિવસે એનિમલ ફિલ્મના મેકર્સ માટે મોટો ઝટકો સામે આવ્યો છે. જાણવા માટે માહિતી અનુસાર રણબીર કપૂરની ફિલ્મ એનિમલ 24 કલાકમાં જ ઓનલાઇન લીક થઈ ગઈ છે.
આ પણ વાંચો: Mast Mein Rehne Ka: ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે નીના ગુપ્તા-જેકી શ્રોફની નવી ફિલ્મ
એનિમલ ફિલ્મ લીક થઈ જતા સંદીપ રેડી વાંગાના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મના બિઝનેસને મોટું નુકસાન થઈ શકે છે. રણબીર કપૂરની દમદાર એક્શનથી ભરપૂર ફિલ્મ એનિમલ ટોરેન્ટ સાઈટ સહિત ટેલિગ્રામ પર લીક થઈ છે. ત્યાર પછી એનિમલ ફિલ્મની ઘણી ક્લીપ્સ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ શેર કરવામાં આવી રહી છે. આ રીતે એનિમલ ફિલ્મ લીક થઈ જતા તેના બિઝનેસ પર પણ ભારે અસર થઈ શકે છે.
જોકે માત્ર એનિમલ જ નહીં પરંતુ વિકી કૌશલની ફિલ્મ સેમ બહાદુર પણ ઓનલાઇન લીક થઈ હોવાનું સામે આવ્યું છે. જોકે આ બંને ફિલ્મો લીક થઈ તે અંગે મેકર્સ તરફથી કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ સામે આવ્યું નથી.
આ પણ વાંચો: રણબીર કપૂરે ધ્રુજાવ્યું બોક્સ ઓફિસ, એનિમલે પહેલા દિવસે તોડ્યા 5 ફિલ્મોના રેકોર્ડ
સંદીપ રેડ્ડી વાંગાના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ એનિમલમાં રણબીર કપૂર, રશ્મિકા મંદના, બોબી દેઓલ અને અનિલ કપૂર લીડ રોલમાં જોવા મળી રહ્યા છે. પિતા અને પુત્રના સંબંધ પર આધારિત આ ફિલ્મમાં ખૂંખાર એક્શન દેખાડવામાં આવી છે જેના કારણે સેન્સર બોર્ડે આ ફિલ્મને એ સર્ટિફિકેટ આપ્યું છે. સાથે જ આ ફિલ્મનો રન ટાઈમ પણ ખૂબ જ લાંબો છે. ઘણા વર્ષો પછી 3 કલાક અને 35 મિનિટની કોઈ ફિલ્મ રિલીઝ થઈ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે